પતિનું અવસાન થતા વૃધ્ધા ડિપ્રેશનમાં રહેતા
અમદાવાદ શહેરના વાસણામાં રહેતી 63 વર્ષીય વૃધ્ધા આશરે 25 વર્ષથી એકલી રહે છે. અમેરીકા ખાતે તેમનો દિકરો અને તેમના ભાઇનો દિકરો રહેતો હોવાથી તે વિદેશ આવતા જતા રહેતા હતા. તેઓના પતિનું વર્ષ 2020માં અવસાન થયું હતું. વૃધ્ધા વર્ષમાં આશરે આઠેક મહિના અમેરીકા ખાતે રહે છે અને ત્રણથી ચાર મહિના ભારત રહે છે. વર્ષ 2020માં તેમના પતિનું અવસાન થયા બાદ વૃધ્ધા ડિપ્રેશનમાં રહેતા હતા. ગત તારીખ 07-09-2022ના રોજ તેઓ યુ.એસથી અમદાવાદ ખાતે આવ્યા અને બાદમાં તેમને ફેસબુક ઉપર એક Andres martniez નામની પ્રોફાઇલ ઉપરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી.આ પણ વાંચો: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આવતા ભક્તો માટે જાહેર કરાઈ કોરોના ગાઇડ લાઈન
પહેલા વૃધ્ધા સાથે ફેસબુકમાં નોર્મલ વાતચીત કરી
ઉલ્લેખનીય છે કે, રિકવેસ્ટ તેઓએ સ્વીકાર્યા બાદ આ ફેસબુક ધારકે શરૂઆત માં વૃધ્ધા સાથે ફેસબુક મેસેન્જરમાં નોર્મલ વાતચીત કરી હતી. જે બાદ તેણે વૃધ્ધા સાથે ફ્રેન્ડશીપ કરવા માંગતો હોવાની વાત જણાવી નંબરની આપ લે કરી હતી. શરૂઆતમાં વૃધ્ધા અને આ શખ્સ વચ્ચે નોર્મલ વાતચીત થતી હતી. બાદમાં શખ્સે પોતે સ્કોટલેન્ડ ખાતે ૨હેતો હોવાની તેમજ તેને જુદા જુદા ત્રણથી ચાર મોટા મોટા બીઝનેસ છે તેવી વાતચીત કરી તે ખુબજ પૈસા વાળૉ હોવાની વાતો કરી હતી. જે બાદ વૃધ્ધાના પતિનું અવસાન થયું હોવા બાબતની જાણકારી તેની પાસે હોવાથી તે શખ્સે પણ તેની પત્નિ ત્રણ વર્ષ પહેલા મરી ગઇ હોવાનું બાળકો નાના હોવાથી તેને ઘર ચલાવવામાં ઘણી તક્લીફ પડતી હોવાની ઇમોશનલ વાતચીત શરૂ કરી હતી.
આ પણ વાંચો: ગોમતીપુરમાં જુની અદાવતમાં પિતા પુત્રએ યુવતી પર પાઇપ વડે હુમલો કર્યો
શખ્સે વૃધ્ધાને પણ લગ્ન કરવાની લાલચ આપી
વૃધ્ધાને તેના પ્રત્યે ઇમોશનલ એટેચમેન્ટ થાય તેવુ ક્રુત્ય કરવાનું તે શખ્સે ચાલુ કર્યું હતું. બાદમાં આ શખ્સ સારો હોવાનુ વૃધ્ધાને લાગવા લાગ્યુ અને શખ્સે બીજા લગ્ન કરવા માંગતો હોવાની વાતચીત શરૂ કરી હતી. શખ્સે વૃધ્ધાને પણ લગ્ન કરવાની લાલચ આપી હતી પણ વૃધ્ધાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બાદમાં આ શખ્સે ગત સપ્ટેમ્બર માસમાં તે બિઝનેસ ટૂર માટે બહાર જવાનો છે અને તે એક મોટી બિઝનેસ ડીલ ક્રેક કરવાનો છે તેમ કહી થોડા દિવસ બાદ તે ડીલમાં થોડા ઇસ્યુ થયા હોવાનું કહી પેમેન્ટ બ્લોક થઇ ગયું હોવાનું કહી વૃધ્ધાને ફસાવવાનું શરૂ કર્યુ હતું. બાદમાં આ શખ્સે તે જે કેશ રકમ લઇને આવેલો તે કોઇ તેને ગન બતાવી લૂંટી લીધી હોવાનુ કહી વૃધ્ધા પાસે આર્થિક મદદ માંગતા મેસેજ શરૂ કર્યા હતા.
આ પણ વાંચો: ભર ઠંડીમાં ઊંઘતા વેપારીને ઉઠતા વેંત છુટી ગયો પરસેવો
ઇમોશનલ વાતો કરી લાખોની ઠગાઈ
પૈસા માટે આરોપીએ વૃધ્ધાને ઇમોશનલ મેસેજો કરી બિઝનેસ ડિલ પૂર્ણ કરી પૈસા પરત આપી દેવાનું કહી વિશ્વાસ ઉભો કર્યો હતો. વૃધ્ધા પણ આ શખ્સની વાતોમાં આવી જઇ ખાતામાં પૈસા ભરવાનું શરૂ કર્યું હતું. આશરે બે મહીના જેટલા સમય ગાળામાં શખ્સે બિઝનેસમાં આર્થિક મંદીના કારણે, તેમજ પોતે બીમાર હોવાના કારણે, તેમજ તેની દિકરીનુ મુત્યુ થયેલ હોવાના કારણે આર્થિક મદદ કરવાની વાત કહી વૃધ્ધા પાસેથી નાણા પડાવી લીધા હતા. બાદમાં વૃધ્ધાએ પોતાનું અમદાવાદ ખાતેના મકાનનું રિનોવેશન ચાલુ હોવાથી પૈસા પરત આપવા કહેતા શખ્સે જુદા જુદા બહાના કર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં જુની અદાવતે પિતા પુત્રએ યુવતી પર કર્યો હુમલો
વૃદ્ધાએ સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
આ બાદ વૃધ્ધાએ પ્રેસર કરતા તેણે વૃધ્ધા માટે એક ગીફ્ટ લીધી હોવાનું કહ્યું હતું. થોડા દિવસમાં વૃધ્ધાને મહિલાના અવાજે ફોન આવ્યો અને તે મુંબઇ કસ્ટમ વિભાગમાંથી બોલતી હોવાનું કહી પાર્સલના ચાર્જના પૈસા ભરવા પડશે તેવું કહી પૈસા પડાવ્યા હતા. બાદમાં ઉપરોકત વ્યક્તિઓ વૃધ્ધા પાસે હજુ પણ પાર્સલ છોડાવવા વધુ રકમની માંગણી કરતા હોવાથી તેમને વહેમ પડતા બેંકમાં તપાસ કરતા આવી રીતે આર.બી.આઇ કોઇને પણ પૈસા આપે નહી તેવી હકીકત બેંકમાંથી જણાવતા તેઓની સાથે છેતરપિંડી થયાની જાણ થતા સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad cyber crime, Ahmedabad news, CYBER CRIME, ગુજરાત