Sunday, December 25, 2022

અંતે વાગડ વિવિધ લક્ષી ઊંટ ઉછેરક સહકારી મંડળી આત્મનિર્ભર બની | Finally the Wagad Multi-Oriented Camel Breeders Co-operative Society became self-sufficient

ભુજ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઊંટ પાલકોને પ્રોત્સાહિત કરવા સ્ટીલની બરણીનું વિતરણ

કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના નેજા હેઠળ વાગડ વિવિધ લક્ષી ઊંટ ઉછેરક સહકારી મંડળી વાગડ વિસ્તારના ઊંટ પાલકો સાથે ઊંટડીના દૂધનું કલેક્શન કરે છે. છેલા 4 વર્ષથી ઊંટોમાં થતા રોગોનું રસીકરણનું આયોજન દર વર્ષે કરે છે. ભારતભરમાં ઊંટ ધરાવતી મંડળી બીજે ક્યાય જોવા નહિ મળે જે હાલ રાપર તાલુકામાં વાગડ વિવિધ લક્ષી ઊંટ ઉછેરક સહકારી મંડળી કાર્યત છે.

વિવિધ લક્ષી ઊંટ ઉછેરક સહકારી મંડળી અને રાપર સરહદ દેરીના સયુંકત વાગડ વિસ્તારના ઊંટ પાલકોને પ્રોત્સાહિત કરવા માટે મંડળી પોતાનાના ભંડોળમાં સ્ટીલની 40 બરણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યકર્મમાં રાપર સરહદ દેરીના ઇન્ચાર્જ યાદવ નદાનિયાએ સ્વચ્છ દૂધ અંગે સમજણ આપી હતી.

સરહદ દેરીના મેનજર ત્રિવેદી દ્વારા મંડળીને વધુ મજબુત કરવા માટે માલધારીઓને સમજણ આપી હતી. તેમજ સરકારી દ્વારા અપાતી માલધારીઓને વિવિધ યોજનાઓ વિષે માહિતગાર કર્યા હતાં. વાગડ વિવિધ લક્ષી ઊંટ ઉછેરક સહકારી મંડળીના પ્રમુખ ભીખાભાઈ દ્વારા મંડળીના કર્યો વિષે પ્રકાશ પાડ્યો હતો. તેમજ ઊંટ માલધારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. તેમજ આવતા વર્ષને માલધારીઓના હિત માટે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાગડ મંડળીના હોદેદારો અને સહજીવન સંસ્થાના સ્ટાફે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: