Monday, December 19, 2022

માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે લઈ જનારને પાંચ હજાર રોકડ પુરસ્કાર અપાશે | Five thousand cash reward will be given to the person who takes a seriously injured person in a road accident for treatment

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Five Thousand Cash Reward Will Be Given To The Person Who Takes A Seriously Injured Person In A Road Accident For Treatment

ભુજ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જૂની યોજનાને ગુજરાતની નવનિયુક્ત સરકારે નવા રંગરૂપ આપ્યા : જિલ્લાતંત્રને અમલવારીની તાકીદ
  • બચાવનારના બેંક ખાતામાં ઓનલાઇન ચુકવણુ કરાશે: વર્ષમાં મહત્તમ પાંચ વખત લાભ મળશે

કચ્છમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ અન્ય જિલ્લાઓ કરતા સૌથી વધુ છે,કારણકે બે પોર્ટ અને હજારો કંપનીઓના કારણે હાઇવે રોડ પર સતત ભારે વાહનો દોડતા રહે છે તેમજ ખનિજ પરિવહન અને ટ્રાન્સપોર્ટ ઉધોગ મુખ્ય હોવાથી અકસ્માત વધુ થતા રહે છે આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રસ્તાઓના કારણે દરરોજ સરેરાશ 10 જેટલા માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.સરકારે આવી ઘટનાઓમાં વ્યક્તિનું મોત ન થાય તે માટે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે લઈ જનારને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવાનું નક્કી કર્યું છે પણ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હોવાથી ગૃહ વિભાગે સુધારા સાથે નવો પરિપત્ર બહાર પાડી જિલ્લાતંત્રને અમલવારી માટે તાકીદ કરી છે.

ગુડ સમરિટન સ્કીમ અંતર્ગત અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જઈને જીવ બચાવશો તો સરકાર તરફથી પાંચ હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. ગુજરાતમાં નવી સરકારની રચના બાદ ગૃહ વિભાગના સચિવે 15 ડિસેમ્બરના પરિપત્ર બહાર પાડી દરેક જિલ્લામાં સમિતિ બનાવી કાર્ય શરૂ કરી દેવા તાકીદ કરી છે.જેમાં કલેકટર અધ્યક્ષપદે રહેશે તેમજ પોલીસ અધિક્ષક સભ્ય સચિવ અને સભ્ય તરીકે આરોગ્ય અધિકારી,આરટીઓ અધિકારી જ્યારે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના વ્યક્તિ આમંત્રિત સભ્ય તરીકે રહેશે.

અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને મોટું ઓપરેશન કરાયું હોય,ઓછામાં ઓછા ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધી હોય,મગજમાં ઈજા થઈ હોય,કરોડરજ્જુમાં ઇજા થઈ હોય અથવા તો સારવાર દરમિયાન મૃત્યુના કિસ્સામાં યોજનાનો લાભ મળી શકશે.એક વ્યક્તિ એક વ્યક્તિનો જીવ બચાવે તો 5 હજાર,એક કરતા વધુ ગુડ સમરીટન એક વ્યક્તિનો જીવ બચાવે તો સરખાભાગે 5 હજાર,એક કરતાં વધુનો જીવ બચાવાય તો પણ મહત્તમ 5 હજાર અને વર્ષમાં મહત્તમ 5 વખત જ પુરસ્કાર મળશે.પુરસ્કારની સાથે પ્રમાણપત્ર આપવાનું પણ નક્કી કરાયું છે.

પોલીસ સ્ટેશનથી દર મહિને કલેકટરને યાદી મોકલવી પડશે
ડોક્ટર પાસેથી વિગતોની ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર, ગુડ સમરિટનનું નામ, તેનો મોબાઈલ નંબર અને સરનામું, સ્થળ, તારીખ અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરિટન છે તેનો ઉલ્લેખ કરીને જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને મોકલી આપશે.સમિતિ માસિક ધોરણે દરખાસ્તોની સમીક્ષા કરી મંજૂર કરશે.પસંદ કરેલા ગુડ સમરિટનના બેન્ક ખાતામાં રોડ સેફટી કમિશનરની કચેરી ઑનલાઇન ચુકવણી કરશે.

અન્ય સમાચારો પણ છે…