ઈરાનમાં હિજાબ વિરોધ પ્રદર્શન તેજ બન્યુ હતુ અને જેમાં મહિલાઓના અધિકારનુ સમર્થન કરવા માટે એક 26 વર્ષીય ફુટબોલર પણ આગળ આવ્યો હતો. તેના બચાવમાં અનેક ખેલાડીઓ પણ આગળ આવ્યા હતા.

Amir Nasr Azadani ની ધરપકડ કરાઈ હતી
ઈરાનમાં મહિલાઓના હિજાબને લઈ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન મહિલાઓ સહિત અનેક લોકોએ દેખાવો કર્યા હતા. જેમાં ઈરાનનો 26 વર્ષીય ફુટબોલર આમિર નસ્ર આઝાદાની પણ સમર્થનમાં આવ્યો હતો. તેણે પણ સરકાર સામેના આ પ્રદર્શનમાં હિસ્સો લીધો હતો. આ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે સશસ્ત્ર તોફાનમાં તેણે હિસ્સો લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.