પોલીસે પહેલાં 4 આરોપીને પકડ્યા હતા
આરોપી અંકિત ભરોડિયા સહિત અન્ય 5 આરોપીએ શેરદલાલનું અપહરણ કરીને કરોડો રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ શેરદલાલને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો. આ મામલે 2020માં ભોગ બનનારા વ્યક્તિએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ આપતા જે તે સમયે પોલીસે 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર આરોપી દુબઈ ભાગી ગયો હતો. જો કે, 2 વર્ષ બાદ એટલે આજે સુરત પોલીસને આરોપી અંકિતને પકડી પાડવામાં સફળતા મળી છે.આ પણ વાંચોઃ ડિંડોલીમાં કિશોરીને સંબંધ રાખવાનું દબાણ કરી એસિડ એટેકની ધમકી
પોલીસે બાતમીને આધારે પકડી પાડ્યો
સચિન જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે, અપહરણના ગુનામાં સંડોવાયેલો આરોપી સચિન વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને પકડી પાડવામાં સફળતા મળી છે. આ પકડાયેલો આરોપી ગુનાને અંજામ આપીને દુબઈ ભાગી ગયો હતો. દુબઈમાં કોઈ કંપનીમાં નોકરી કરતો હતો. હાલ તો પોલીસે અપહરણ કરનારા મુખ્ય આરોપીને પકડી પાડીને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat crime news, Surat news, Surat police