વલસાડ4 મિનિટ પહેલા
- કૉપી લિંક

આગામી 8મી જાન્યુઆરીના રોજ GPSC વર્ગ 1 અને 2 તથા પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ એક જ તારીખે હોવાથી જે પરીક્ષાર્થીઓએ બંને પરીક્ષા માટે અરજી કરી છે તે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાય છે. જેથી વલસાડ ABVP દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોઈપણ એક પરીક્ષાની તારીખ બદલવા રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યમાં GPSC અને પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્ક પરીક્ષા બંને પરીક્ષાઓ 8 જાન્યુઆરીએ યોજાનાર છે. જેને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યના પરિક્ષાર્થીઓ મૂંઝવણમાં મુકાય છે. મોટાભાગના પરીક્ષાર્થીઓ બંને પરીક્ષાઓમાં પરીક્ષા આપવાના હોવાથી મુંઝવણમાં મુકાયા છે. વલસાડ ABVPની આગેવાનીમાં પરિક્ષાર્થીઓ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને બેમાંથી એક પરીક્ષાની તારીખ બદલવા માંગ કરી હતી. જેને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યના હજારો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાનો લાભ લઇ શકે અને પરીક્ષાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રાજ્ય સરકારને રજુઆત કરી છે.
