અમદાવાદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક

- હોટેલ-રેસ્ટોરાં એસોસિએશનની ફરી રજૂઆત
- હાલ 5, 12 અને 18 ટકાના દરે ટેક્સ લેવાય છે
તાજેતરમાં ઓલ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએસને જીએસટી વિભાગને હોટેલ અને રેસ્ટોરાં પર 5, 12 અને 18 ટકા અલગ અલગ દરને બદલે એક જ દર રાખવા રજૂઆત કરી છે. એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી અને હોદેદારોએ અગાઉ પણ જીએસટી કમિશનર અને ગાંધીનગર રજૂઆત કરી હતી. સામાન્ય રીતે જે હોટલના રૂમનું ભાડું રૂ. 7,500 હોય તે હોટલની તમામ સર્વિસ પર 18 ટકા જીએસટી લાગે છે. આ હોટલમાં જમવા ઉપર 18 ટકા જ્યારે અન્ય રેસ્ટોરેન્ટમાં 5 ટકા જીએસટી લાગે છે.
આ ઉપરાંત હોટલના બેન્કવેટ હોલના ભાડા પર 18 ટકા જીએસટી લાગે છે, જ્યારે ફૂડ સાથે ભાડે આપવામાં આવે તો 5 ટકા જીએસટી લાગે છે. આવા સંજોગોમાં મોટા ભાગે કોઇ કંપની નાની મિટિંગ કે ઇવેન્ટ માટે ભાડે રાખે તો 18 ટકા જીએસટી લાગે છે.
અન્ય સમાચારો પણ છે…