પોરબંદર43 મિનિટ પહેલા
- કૉપી લિંક

- 70 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા, ત્રિદિવસીય વિભાગ અભ્યાસ વર્ગમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ વિભાગના કાર્યકર્તાઓ માટે વિભાગ અભ્યાસક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિભાગ અભ્યાસ વર્ગમાં 70 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્રિદિવસીય વિભાગ અભ્યાસ વર્ગમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી માહિતગાર કરી તેઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ વર્ગમાં વિદ્યાર્થી પરિષદની કાર્યપદ્ધતિ વૈચારિક દ્રષ્ટિકોણ તેમજ પરિષદના કામને વધુમા વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિદ્યાર્થી પરિષદના આયામ કાર્ય ગતિવિધિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ વર્ગ કેબી જોશી વિદ્યાલય ખાતે યોજાયો હતો જેમાં વક્તા સ્ત્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરી સંવાદ કરવામાં આવ્યો હતો. આ વિભાગ અભ્યાસ વર્ગમાં નુતન જવાબદારીઓની ઘોષણા કરવામાં આવી હતી.જેમાં વનરાજભાઈ આગઠને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ વિભાગના વિભાગ સમિતિ સદસ્ય, રવિ બોખીરીયા રાણાવાવ અને કુતિયાણા તાલુકાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભાગ સંયોજક, નેહલબેન થાનકી પોરબંદર જિલ્લા સમિતિના સદસ્ય, રાજવીરસિંહ ચૌહાણ પોરબંદર જિલ્લા સમિતિના સદસ્ય તરીકે નિમણૂક થઈ છે. આ વિભાગ અભ્યાસ વર્ગમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના સહમંત્રી સંદીપસિંહ જાડેજા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. રાજેશભાઈ ડોડીયા, જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ તેમજ વિભાગના અન્ય જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.