Thursday, December 22, 2022

Smuggling of liquor in tankers for cleaning drains and ditches in Valsad

વલસાડ: ગુજરાતમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને બુટલેગરો એક્ટિવ થઇ ગયા છે અને રાજ્યમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા માટે તેઓ નિતનવા કીમિયાઓનો ઉપીયોગ કરી રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોના એક વિચિત્ર કીમિયાને પોલીસે નિષ્ફળ કર્યો છે. પોલીસની સતર્કતાને લઈને બુટલેગરોના મનસુબા ઉપર પાણી ફરી વળ્યું છે. આજે મોટી માત્રામાં લવાતો દારૂ વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે.

વલસાડના ચણવાઈ ઓવરબ્રીજથી ઉતરતા પુલના છેડેથી મોટી માત્રમાં વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે અહીં ગટર અને ખાળકુવાની સફાઈ માટે વપરાતા કન્ટેનરમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જોકે પોલીસની આકરી કાર્યવાહી બાદ બુટલેગરો ટ્રેક્ટર અને કન્ટેનર મૂકી ફરાર થઇ ગયા હતા. ત્યાં જ પોલીસ તપાસમાં કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.

આ પણ વાંચો: રખડતા ઢોરે ભાજપના નેતાને અડફેટે લીધા, હોસ્પિટલ ખસેડાયા

આજે વલસાડના ચણવાઈ ઓવરબ્રીજથી ઉતરતા પુલના છેડે પોલીસે એક ટેન્કર પર શંકા જતા તેની તપાસ કરવા મટે અટકાવ્યું હતું તે દરમિયાન ટેન્કર ચલાવનાર ડ્રાઇવર પોલીસને જોઇ ફરાર થઇ ગયો હતો. ત્યારે પોલીસે તાત્કાલિક આ ગટર અને ખાળકુવાની સફાઈ માટે વપરાતા કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂની પેટીઓ પકડી પાડી હતી. જે બાદ વલસાડ પોલીસે આ ટેન્કરને પોલીસ મથકે લઇ જવાયુ હતું અને તેની વધુ તપાસ હાથ ધરી છે.

Published by:rakesh parmar

First published:

Tags: Valsad City, Valsad Crime, Valsad news, Valsad police

Related Posts: