Header Ads

Handicraft industry collapsed in Disa nrb – News18 Gujarati

Nilesh Rana, Banaskantha: સમગ્ર વિશ્વમાં હાથ વણાટની ચીજ વસ્તુઓની ખૂબ જ ડિમાન્ડ રહેલી છે.પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સદીયોથી ચાલી રહેલો હાથ વણાટનો ઉધોગ હવે સરકારની નીતિના કારણે મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયો છે અને હવે હસ્તકલા સાથે જોડાયેલા કારીગરો ઓછા થતાં વ્યવસાયને માઠી અસર પડી છે. આ વ્યવસાયને બચાવવા સરકાર પાસે સહાયની માંગ કરી છે.

એક સમયે વિશ્વમાં હાથ વડાટની ચિજ વસ્તુંઓની માંગ હતી

સમગ્ર વિશ્વમા ભારતમાંથી બનતી ચીજવસ્તુઓની ખૂબ જ માંગ હતી.ભારત વિશ્વમાં હાથ વણાટની ચીજવસ્તુઓની બનાવટ કરવામાં ખૂબ જ સમૃદ્ધ દેશ હતો.ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારમાં એક સમય હતો કે, જ્યારે હાથ વણાટનો ઉદ્યોગ ખૂબ જ ફૂલયો ફાલયો હતો.

વિસ્તારમાં 40 જેટલા કારખાના ધમધમતા હતા

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

બનાસનદીમા પાણીનું વહેણ ચાલતું હોવાથી નદી કિનારે વસેલા ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં લગભગ 40 જેટલા હેન્ડ પ્રિન્ટના કારખાના આવેલા હતા. આ વ્યવસાય સાથે 3000 કરતા વધુ લોકો સંકળાયેલા હતા અને રોજગારી મેળવતા હતા.

રાજપુરમાં હાથથી તૈયાર થતાં સાડીઓથી માંડીને ફેટા, ચાદર, લૂંગી, ચણીયા ચોળી,દુપટ્ટા ઘાઘરા ,બેડ સીટો ,ઓઢણા, ડ્રેસ જેવા આ કાપડનું ખૂબ જ મોટી માત્રામાં ઉત્પાદન થતું હતું. પરંતુ સમય જતા બનાસ નદીમાં પાણી સુકાવા લાગ્યું અને આ ઉદ્યોગમાં માઠી અસર પડવા લાગી. તેમજ સરકાર દ્વારા હસ્તકલા ઉધોગને પ્રોત્સાહન ન આપતા આજે ઉધોગ મૃતપ્રાય અવસ્થામાં છે.

રાજપુર વિસ્તારમાં 40 જેટલા કારખાના ધમધમતા હતા,અત્યારે બંધ થઈને માત્ર 3 થઈ ગયા છે અને 45 જેટલા કારીગરો છે.

નદીમાં પાણી સુકાયું અને મીલો શરુ થતા અસર પડી

પુરુષોત્તમભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે,શરૂઆતમાં બનાસ નદીમાં પાણી વહેતું હોવાના કારણે અમારો હસ્તકલાનો ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો હતો. આખું રાજપુર વિસ્તાર આ ઉદ્યોગથી ધમધમી રહ્યો હતો.અનેક લોકોને રોજગારી મળી રહેતી હતી.

પરંતુ બનાસ નદીમાં પાણી સુકાવા લાગ્યું,જેથી આ હસ્તકલા દ્વારા તૈયાર કરાયેલ કાપડને ધોવા સુકવવામાં તકલીફ પડવા લાગી.

તેમજ અનેક મિલો શરુ થઈ, જેના કારણે અમારા આ ઉદ્યોગમાં પ્રિન્ટ અમે હાથથી આપતા હતા, તે પણ મીલો દ્વારા કોપી કરી તૈયાર કરાતા અમારા આ ઉદ્યોગમાં ઘટ પડવા માંડી. પરંતુ અમે આ ઉદ્યોગમાં થોડો ફેરફાર કર્યો છે.

પૂજામાં વપરાતા વસ્ત્રો અહીંયા બને છે

પુરુષોત્તમભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, પહેલા મહિલાઓ અમારી પાસેથી ખરીદી કરતા હતા. હવે સીધા મીલમાં બનતા કપડાં ખરીદે છે.

અત્યારે બેડ સીટો ચાદરો, ચણિયાચોળી અને ડ્રેસનું કામ અમે કરીએ છીએ. તેમજ પૂજા માટે વપરાતા વસ્ત્રોનું પણ અમે અહીંયા તૈયાર કરીએ છીએ.

સરકારમાં અનેક રજુઆત કરી

અમારા હાથે તૈયાર કરાયેલા કોટન કાપડ પર પ્રિન્ટિંગનું અત્યારે અનેક રાજ્યોમાં ડિમાન્ડ છે. પરંતુ ધીમે ધીમે હસ્તકલાનો ઉદ્યોગ લુપ્ત થવા લાગ્યો છે.

અનેકવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. સરકાર હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લાગે તો ફરી રાજપુર વિસ્તાર હસ્તકલાના ઉદ્યોગથી ફરી પાછો ધમધમની ઊઠે તેમ છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Banaskanatha, Local 18, Textile industry

Powered by Blogger.