Header Ads

There was a change in the atmosphere in Banaskantha district nrb – News18 Gujarati

Nilesh Rana, Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધુમ્મસ વાળું વતાવરણ સર્જાયુ હતું. આજે કંઈક અલગ નજારો જોવા મળ્યો હતો. પરંતુ આ નજારાના કારણે ખેડૂતોમાં ચિંતાનો વધોરો થયો છે.જો ધુમ્મસ જેવું વાતાવરણ રહે તો પાકમાં ભારે નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.

આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં કંઈક અલગ નજારો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ જાણે વાદળા જમીનને અડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આજે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ બની ગયું છે. બાદ આજે વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું. તમામ માર્ગો પર ધુમ્મસ ફરી વળતા વાહનચાલકોએ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

પાકને નુકસાન થવાની શક્યતા

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

આજે વહેલી સવાર થી ડીસામાં ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. અત્યારે શિયાળમાં ડીસા સહિત સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું છે.

આ પ્રકારનું વાતાવરણ રહે તો બટાટા ,એરંડા, જીરું સહિતના પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ધુમ્મસ કર્યું વાતાવરણ બે દિવસ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળા દરમિયાન ડીસામાં હાડ થીજાવતી ઠંડી પડતી હોય છે. પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બે મહિનાની અંદર વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.

અને ઠંડીનું પ્રમાણ ઘટતું હોય છે. તેમજ આવું વાતાવરણ સર્જાય તો માવઠા થવાની પણ શક્યતા છે. આ પ્રકારનું વાતાવરણ બે દિવસ રહેશે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Atmosphere, Banaskantha, Local 18

Powered by Blogger.