વલસાડ32 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ તાલુકાના ડુંગરી નજીક માલવણ ગામ ખાતે એક અજાણી મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી હતી. તે કેસમાં ડુંગરી પોલીસે ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાની માતાએ લાશની ઓળખ કરીને લાશ ઉપર દાવો કર્યો હતો. મહિલાની માતા-પિતાના DNA સેમ્પલ લઇ ચેક કરવામાં આવ્યા હતા. જે બાદ ડુંગરી પોલીસે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઇ માહિતી મેળવતા મહિલાનો પૂર્વ પતિ વારંવાર ફોન કરી તેની સાથે સંબંધ રાખી રહેવા દબાણ કરતો હતો. આ જાણકારી મળતા મહિલાના પૂર્વ પતિની પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. જેમાં પૂર્વ પતિએ મહિલાને વારંવાર તેની સાથે ફરીથી રહેવા સંબંધ રાખવા દબાણ કર્યું હતુ. જેમાં મહિલાએ તેના સાથે સંબંધ રાખવાની ના પાડતા ગળે ટુંપો આપી હત્યા કરી હતી અને આખીરાત લાશની બાજુમાં ઊંઘી સવારે બોટમાં માછીમારી કરવા જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું.
લાશ ફરિયાદીની પત્નીની જ હોવાનું પુરવાર થયું
વલસાડ તાલુકાના માલવણ, કરદિવા ફળીયા, ભાગલ રોડ ઉપર 1લી ડિસેમ્બર 2022ના રોજ ધીરૂ ભુલાભાઇ પટેલની ખંજરવાળી જમીનમાં, એક મહિલાની ડીકંપોઝ હાલતમાં લાશ મળી આવી હતી. જેથી જે તે વખતે મરનારની ઓળખ થઇ શકી નહતી. જેથી આ બાબતે પ્રથમ ડુંગરી પો.સ્ટે. અ.મોત નંબર 34/2022 સી.આર.પી.સી. 174 મુજબ બનાવ નોંધી આ બાબતે તપાસ કરી હતી. જેમાં મરનારે પહેરેલા કપડા આધારે મરનારના પતિ જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામીનાઓએ ઓળખ કરી હતી અને મરનાર જીમીશાબેન D/O તુલસીદાસ ગોવિંદભાઇ ટંડેલ, રહે.- ધોલાઇ સલાબેટ ફળિયા, તા.- ગણદેવી જી.-નવસારીની હોવાનુ જણાવ્યું હતુ. જે બાદ વધુ ખાત્રી માટે મરનાર તથા તેણીના માતા-પિતાના DNA સેમ્પલો મેળવી FSL સુરત ખાતે મોકલાયો હતો. જે અંગેનો અહેવાલ તા. 23 ડિસેમ્બરના રોજ મરણ જનાર લાશ ફરિયાદીની પત્ની જીમીશા જ હોવાનું પુરવાર થયું હતું.
આરોપી મારી નાખવાની ધમકી આપતો
મરણ જનાર જીમીશા એકાદ વર્ષ પહેલા દિવ્યેશ ઉર્ફે પીન્કેશ નરેશભાઇ ટંડેલ, રહે.- નાની દાંતી, સ્કૂલ ફળિયા, તા.જી.- વલસાડની સાથે પ્રેમ સબંધમાં રહેતી હતી, ત્યારે દિવ્યેશ ઉર્ફે પીન્કેશનો જીમીશાને અવાર-નવાર મારઝુડ કરતો હોવાના કારણે છેલ્લા એક વર્ષથી આ જીમીશાનો જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. જેના કારણે મરનાર જીમીસા, દિવ્યેશને છોડી જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી સાથે પત્ની તરીકે રહેવા માટે જતી રહી હતી. જેથી દિવ્યેશ અવાર-નવાર જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામીને તથા જીમીસાને ફોન કરી તેમજ જીમીશાના માતા-પિતાને રૂબરૂમાં તથા મોબાઇલ ફોન ઉપર જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામીને તથા જીમીશાને મારી નાંખવાની ધમકીઓ આપતો હતો અને તા.01/12/2022ના રોજ જીમીશાની લાશ મળ્યા બાદ જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી તથા મરનારના માતા-પિતાને પ્રથમ પતિ દિવ્યેશ ઉર્ફે પીન્કેશ નરેશભાઇ ટંડેલ રહે.- નાની દાંતી, સ્કૂલ ફળિયા, તા.જી.વલસાડના ઉપર શંકા હતી.
પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી હતી
જે આધારે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, દિવ્યેશે જીમીશાનુ ખૂન કર્યા બાદ તેણે જીમીશાના સંબધીઓને જણાવ્યુ હતુ કે, મેં જીમીસાને મારી નાખી છે. તેવી વાત કરતો હતો, પરંતુ તેની વાત ઉપર કોઇએ ધ્યાન આપ્યું નહીં તેવી હકીકત જણાઈ આવી હતી. જેથી દિવ્યેશ ઉર્ફે પીન્કેશ નરેશભાઇ ટંડેલ વિરૂદ્ધમાં મરનાર જીમીસાના પતિ જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામીએ ફરિયાદ આપતા ગઇ કાલ તા. 23/12/2022ના રોજ ડુંગરી પોલીસે 302 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
નાયલોનની દોરી વડે ગળે ટુંપો આપી હત્યા કરી
વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ સુનગરી PSI અને પોલીસ કર્મચારીઓ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કર્યા હતા. હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે બાતમી મેળવી ગુનામાં સંડોવાયેલા આરોપી દિવ્યેશ ઉર્ફે પીન્કેશ નરેશભાઇ ટંડેલ તેની સ્પ્લેન્ડર મો.સા. નં (GJ-15-R-9302) ઉપર બેસી દાંતી તરફ જતો હતો. તે વખતે મોજે ધરાસણા ત્રણ રસ્તા ખાતેથી પકડી પાડી ગુના સબંધે સઘન પુછપરછ કરતાં જણાવ્યું કે, મરણજનાર જીમીસા તેની પત્ની તરીકે અગાઉ 5 વર્ષ સુધી સાથે રહી હતી. ત્યાર બાદ છેલ્લા 1 વર્ષથી જીમીશાએ તેને છોડી ફરિયાદી જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી સાથે પ્રેમ સબંધ બાંધી પત્ની તરીકે સાથે રહેવા માટે જતી રહી હતી. જેથી આરોપીએ તા. 6 નવેમ્બર 2022ની રાત્રિએ માલવણ, કરદિવા ફળીયા, ભાગલ રોડ ઉપર આવેલા ધીરૂ ભુલાભાઇ પટેલની બંજરવાળી જમીનમાં એકાંતવાળી જગ્યાએ તેની પૂર્વ પત્ની જીમીશાને મળવા માટે બોલાવી હતી. દિવ્યેશ ટંડેલે જીમિશાને તેણી સાથે ફરીથી સાથે રહેવાની દબાણ કરતો હતો. જીમીશાએ દિવ્યેશ સાથે રહેવાની ના પાડતા આરોપીએ જીમિશાને પાછળથી નાયલોનની દોરી વડે ગળે ટુંપો આપી હત્યા કરી હતી. તે કેસમાં આરોપીને ડુંગરી પોલીસે બાતમીના આધારે ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી.