Saturday, December 24, 2022

જામનગરમાં અજાણ્યા ઈસમોએ હથિયારથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી | In Jamnagar, unknown ISMO tried to break ATM with weapon, police started investigation with the help of CCTV

જામનગર27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગરમાં યુનિક શોપિંગ સેન્ટરમાં આવેલા એટીએમને ગઈ મોડી રાત્રિ દરમિયાન કોઇ તસ્કરો દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસ તંત્ર દોડતું થયું છે અને સીસીટીવી કેમેરાઓ ચકાસવામાં આવી રહ્યા છે.

પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
જામનગરમાં યુનિક શોપિંગ સેન્ટરમાં આવેલા એસબીઆઇના એટીએમમાં કોઈ તસ્કરોએ રાત્રિ દરમિયાન હાથ ફેરો કર્યો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. કોઈ તસ્કરોએ ધારદાર હથિયારની મદદથી શટરને ઊંચકાવી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સાથોસાથ એટીએમ મશીનમાં પણ છેડછાડ થઈ હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. આ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બેંકની અંદર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરી તેની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: