Saturday, December 24, 2022

સુરતના પીપલોદમાં લુખ્ખાઓ ખુલ્લા હથિયારો સાથે બાઈક પર ઘાતક હથિયાર અને લાકડાના ફટકા સાથે મારામારી કરવાની નીકળ્યા | In Surat's Piplod, thugs with open arms on bikes went on a rampage with deadly weapons and wooden sticks.

સુરતઅમુક પળો પહેલા

તત્વો દ્વારા કોલેજના ગેટ પર હથિયારો અને ફટકા વડે જાહેરમાં મારામારી

સુરતમાં અવાર નવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે. પરંતુ હવે તો કોલેજ બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 20 જેટલા લોકો બાઈક પર ઘાતક હથિયાર અને લાકડાના ફટકા લઈને ફરતા દેખાયા હતા.

જાહેર સ્થળે મારામારી
સુરતમાં પીપલોદ સ્થિત એક કોલેજ બહાર અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. હાથમાં ઘાતક હથિયારો અને લાકડાના ફટકા લઈને અસમાજિક તત્વો ફરતા દેખાયા હતા. અંદાજીત 20 જેટલા શખ્સો મોટર સાયકલ પર ફટકા અને ઘાતક હથીયારો લઈને ફરતા દેખાયા હતા. આ ઉપરાંત આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. એક યુવક જીવ બચાવી કોમ્પ્લેક્સમાં ભાગી છુપાયો હોવાની માહિતી મળી હતી. પીપલોદ સ્થિત કોલેજ બહાર આ મારામારીની ઘટના બની હોવાની માહિતી મળી હતી.

અસામાજિક તત્વો કેમેરામાં લાકડાના ધોકા સાથે દેખાયા હતાં

અસામાજિક તત્વો કેમેરામાં લાકડાના ધોકા સાથે દેખાયા હતાં

અસામાજિક તત્વોનો આતંક
સુરત શહેરમાં ધોળા દિવસે હાથમાં ઘાતક હથિયાર અને ફટકા લઈ દેખાતા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી જેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. આ સમગ્ર મામલો શું હતો અને શા માટે યુવકને મારવા આવેલા હતા. તે માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ જે પ્રકારે આ ઘટના સામે આવી છે તેને લઈને આવા અસમાજિક તત્વોને પોલીસનો કોઈ જ ખોફ ન હોય તેમ લાગી રહ્યું હતું. આ ઉપરાંત કોલેજ પાસે બનેલી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

યુવક જીવ બચાવીને કોમ્પ્લેક્સમાં નાસી ગયો હતો.

યુવક જીવ બચાવીને કોમ્પ્લેક્સમાં નાસી ગયો હતો.

અસામાજિક તત્વોના ડરથી જીવ બચાવીને ભાગ્યા
પીપલોદ વિસ્તારની સાસ્મા કોલેજના ગેટ પાસે જ મારામારી થઈ હતી. હથિયારો લઈને ગાડી પર આવેલા અસામાજિક તત્વો જાણે બેખૌફ થઈને છૂટા હાથની મારામારી શરૂ કરી હતી. કેટલાક યુવકો ત્યાંથી પોતાનો જીવ બચાવીને નાસી જતાં દેખાઈ રહ્યા છે. સીસીટીવીમાં પણ હથિયાર અને ફટકાને ઈસમોની પાછળ ભાગતા અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે. પોતાના વાહનો કોલેજના ગેટ ઉપર છોડીને ભાગી જવાનું મુનસીબ માન્યું હતું.

રસ્તામાં લાકડાના ફટકા દેખાયા હતાં.

રસ્તામાં લાકડાના ફટકા દેખાયા હતાં.

બે દિવસથી મારામારી થતી હોવાની વાત સામે આવી
કોલેજના ગેટ પાસે જ ગઈકાલે પણ મારામારી થઈ હતી. ગઈકાલે શરૂ થયેલી લડાઈ આજે પણ કોલેજના ગેટ ઉપર જોવા મળી હતી. જાણે ખૂનામરકી કરવાના ઇરાદે એકબીજા ઉપર તૂટી પડ્યા હોય તે રીતે છુટા હાથની મારામારી શરૂ થઈ હતી. ગઈકાલે ઝઘડો કર્યા બાદ છૂટા પડી ગયા હતા.ત્યારે આજે ફરીથી એ જ સમયે વધુ ઉગ્રતા સાથે મારામારી થઈ હતી.

કોલેજના ગેટ પાસે મોપેડ પણ પડ્યા રહ્યાં હતાં.

કોલેજના ગેટ પાસે મોપેડ પણ પડ્યા રહ્યાં હતાં.

પ્રેમ પ્રકરણમાં ઝઘડો થયો હોવાની ચર્ચા
છેલ્લા થોડા દિવસોથી માથાકૂટ ચાલી રહી હતી. વિદ્યાર્થિની સાથેના પ્રેમ પ્રકરણ કે છેડતીને લઈને આ મારા મારી શરૂ થઈ હોવાની આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું છે. બે જૂથો વચ્ચે ઉગ્ર ચાલી અને એકબીજાને મારવાની ધમકીઓ આપવાનો સિલસિલો ચાલુ હતો પરંતુ ગઈકાલે અને આજે તો જાહેરમાં જ એકબીજાના જીવના તરસ્યા થયા હોય તે રીતે બાખડી પડ્યા હતા.

પોલીસની ગાડી પણ સમગ્ર ઘટનાને લઈને આવી હતી જો કે ફરિયાદ નોધાઈ નથી.

પોલીસની ગાડી પણ સમગ્ર ઘટનાને લઈને આવી હતી જો કે ફરિયાદ નોધાઈ નથી.

પોલીસે ફરિયાદ નોધાઈ નથી
સમગ્ર માથાકૂટના દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યાં છે. જો કે, હજુ સુધી આ અસામાજિક તત્વો સામે કોઈ પોલીસ ફરિયાદ નોધાઈ નથી. પોલીસમાં ફરિયાદ નોધાયા બાદ તપાસ થઈ શકે પરંતુ આ બાબત હજુ પોલીસ ચોપડે ચડી નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: