મોરબી18 મિનિટ પહેલા
- કૉપી લિંક

હળવદ શહેરમાં સાંજના સમયે બેકાબૂ JCBએ બાઈકને અડફેટે લેતા બાઈકમાં સવાર પિતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત બાદ JCB ચાલક ફરાર
બનાવની મળતી વિગત મુજબ હળવદ શહેરમાં ગત મોડી સાંજે બાઈક પર 55 વર્ષીય કાળુ સવા વાંજા અને તેમનો 35 વર્ષીય પુત્ર વસ્તા કાળુ વાંજા બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે રાતકડી હનુમાન જવાના રસ્તા નજીક પહોંચ્યા ત્યારે બેફામ ગતિએ આવતા JCBએ બાઈકને અડફેટે લીધું હતું. જેને પગલે પિતા-પુત્ર રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયા બાદ JCB ચાલક ફરાર થઇ ગયો હતો. સમગ્ર બનાવની જાણ થતા હળવદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ JCB ચાલક ત્યાંથી JCB મૂકીને નાસી ગયો હતો.