Tuesday, December 27, 2022

રાજુલાના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઓક્સિજન પ્લાન્ટ સહિતની માહિતી મેળવી | The MLA from Rajula visited the civil hospital and got information about the oxygen plant

અમરેલી4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી થયા બાદ રાજય સરકાર હરકતમાં આવી છે વધુ કોરોના ન ફેલાય તે પહેલા આરોગ્ય મંત્રી દ્વારા તમામ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ડૉક્ટરોને એલર્ટ કરી સૂચનાઓ આપવામાં આવી છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં આજે હોસ્પિટલમા કોરોના પહેલા તમામ તૈયારીઓ કરી દેવાય છે. અમરેલી જિલ્લામાં આવેલી રાજુલા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજી હતી. અહીં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી અને તેમની ટીમ સાથે દોડી ગઈ હતી અને હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં વિવિધ નાના મોટા પ્રશ્નો બાબતે સ્ટાફ સાથે ચર્ચાઓ કરી હતી.આ વિસ્તારને આરોગ્ય વિષયક સુવિધાઓ વધુ મળી રહે તે માટે સરકારના પ્રતિનિધિ તરીકે સૂચનો મેળવ્યા હતા

હોસ્પિટલના આધિક્ષક ડો.વી.જે.કલસરિયા,આર.એમ.ઓ.ડો.શક્તિરાજ ખુમાણ,વાળા, સ્થાનિક ભાજપ અગેવાનો રવુભાઈ ખુમાણ,સાગર સરવૈયા, વેપારી મંડળ ના બકુલભાઈ વોરા ગૌરાંગભાઈ મહેતા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

અન્ય સમાચારો પણ છે…