બોટલો પરથી સ્ટીકર કાઢી આ જથ્થો આપ્યો હતો
શહેર એસઓજીને બાતમી મળી હતી કે, આસ્ટોડિયામાંથી એક શખ્સ નશા માટે વપરાતી કફ સીરપનો જથ્થો લઇને નીકળવાનો છે. જેથી એસઓજીની ટીમ ત્યાં વિસ્તારમાં પહોંચી હતી. તે દરમિયાન એક આરોપીની ભાળ મળતા જ પોલીસને તેની તપાસ શરૂ કરી હતી. જેમાં એસઓજીની ટીમને 100 જેટલી કફ સીરપની બોટલો મળી આવી હતી. પોલીસે આરોપી ઇમરાન ખાન પઠાણની ધરપકડ કરી તે આ જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતા તેને બાકરઅલી નામનો આરોપી જમાલપુર ખાતે આવીને આપી ગયો હોવાની કબૂલાત તેણે પોલીસ સમક્ષ કરી હતી. સાથે જ આરોપીએ કબૂલાત કરી તે જથ્થો લેવા ગયો ત્યારે બાકરઅલીએ સ્ટીકર વગરની બોટલો આપી હતી. પોલીસથી બચવા આરોપી બાકરઅલીએ બોટલો પરથી સ્ટીકર કાઢી આ જથ્થો આપ્યો હતો. તો સાથે જ પકડાયેલ આરોપી ઉંચા ભાવે તેનું વેચાણ કરતો હોવાની કેફિયત પોલીસ સમક્ષ કબૂલતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: દેવાયત ખવડ કાવતરું રચીને મારવા ગયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
ડિસ્ટ્રીબ્યુશન કરનારની સંડોવણી છે કે નહીં?
હવે એસઓજી ક્રાઇમે કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ કરીને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ કફ સીરપ ક્યાંથી લાવ્યો હતો અને કફ સીરપના ડિસ્ટ્રીબ્યુશન કરનારની સંડોવણી છે કે નહીં, તે મુદ્દે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, તે અનેક એવા કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તાર છે જે હોટસ્પોટને એસઓજી ક્રાઇમે આઇડેન્ટીફાય કર્યા હતા. જેમાં સરસપુર, કાલુપુર, કારંજ, શહેરકોટડા, ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેવા અનેક વિસ્તારોમાં કેટલાક મજૂર વર્ગના લોકો કે રીક્ષાચાલકો કે ફુટપાથ પર રહેતા લોકો કફ સીરપ પીને તેનો નશો કરે છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News