પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરસાણા સોસાયટી પાસે હત્યાની ઘટના ઘટિત થઈ હોવાની જાણકારી પોલીસને મળી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. તેમજ મૃતકની લાશને પીએમ અર્થે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: અંધશ્રદ્ધાએ જીવ લીધો! દીકરીને છાતીમાં દુખાવો થતા પરિવાર માતાજીના મઢે પહોંચ્યો
મળતી માહિતી અનુસાર મૃતક રિક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે શકમંદોની પણ પૂછપરછ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક રિક્ષા ચલાવતો હતો. તેમજ અવારનવાર ચાની લારી ચલાવનાર આરોપી સાથે બોલાચાલી કરતો હતો. આજરોજ પણ મૃતકે આરોપી સાથે બોલાચાલી કરી હતી. જે બાબતે આરોપીને ગુસ્સો આવી જતા તેને હનીફને મોતને ઘાટ ઉતાર્યો છે.
મૃતકને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક અસરથી નજીકની ખાનગી હોસ્પિટલે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. જોકે મૃતકને તબીબી સારવાર મળે તે પૂર્વે જ તેને દમ તોડી દીધા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ નિલેશભાઈ મકવાણા સહિતનો સ્ટાફ મધુરમ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જ્યાં મૃતકના પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર