ડાંગ (આહવા)2 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાકિસ્તાનના વિદેશ મંત્રીનું પૂતળા દહન કરી ડાંગ યુવા મોરચાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુએનએસસીમાં પાકિસ્તાનના વિદેશી મંત્રી દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વની સૌથી મોટી સામાજિક સંસ્થા આર.એસ.એસ. ઉપર કરાયેલી અણછાજતી ટિપ્પણી સામે ડાંગ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં નીચ કક્ષાની વાત કરી હતી
યુએનએસસીની બેઠકમાં ભારતના વિદેશમંત્રીના આતંકવાદના કડક વલણ મુદ્દે કોઈ જવાબ આપવાની અવસ્થામાં ન હોવાથી બોખલાઈ જઈને વિશ્વ નેતા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે, પાકિસ્તાનના વિદેશમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં નીચ કક્ષાની વાત કરી હતી. તેનાથી સમગ્ર દેશના નાગરિકો ગુસ્સામાં છે અને અપમાનિત થયાની લાગણી અનુભવે છે.

પાકિસ્તાનના વિદેશમંત્રીનું પૂતળા દહન કર્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રીની બુદ્ધિ જાણે ઘાસ ચરવા ગઈ હોય તેમ વિશ્વની સૌથી મોટી સામાજિક સંસ્થા RSS કે જે રાષ્ટ્રવાદી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે તેની ઉપર પણ ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી વાણીવિલાસ કર્યું હતું. જેના વિરોધમા ડાંગ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીનું પૂતળા દહન કરી કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું.