અમરેલી19 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- વડિયા તાલુકાના બાંભણિયાનો બનાવ
- ઉપસરપંચના પતિએ પણ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી આપી
વડીયા તાલુકાના બાંભણીયાામા રહેતા એક યુવકે બાવળ કાઢવાનો ઠરાવ કરેલ છે પરંતુ પ્લોટીંગનો ઠરાવ કેમ કરતા નથી કહેતા સરપંચ પતિ અને ઉપસરપંચના પતિએ મારકુટ કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
અહી રહેતા નરેશભાઇ અરજણભાઇ ચાવડા (ઉ.વ.43) નામના યુવકે વડીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેઓ દલિતવાસમા રામાપીરના ઓટા પાસે ગોવિંદભાઇ સાથે ઉભા રહી વાતેા કરી રહ્યાં હતા કે આપણા ગામમાથી બાવળ કાઢવાનો ઠરાવ કરેલ છે પરંતુ પ્લોટીંગનો ઠરાવ કેમ કરતા નથી. આ દરમિયાન રમેશભાઇનો દીકરાએ આવીને કહેલ કે સરપંચના પતિ લાલજીભાઇ ભુવા અને ઉપસરપંચના પતિ જેન્તીભાઇ પાનસુરીયા આવ્યા છે.
જેથી તેઓ રસ્તામા જતા હતા ત્યારે લાલજીભાઇને કહેલ કે તમે પ્લોટીંગનો ઠરાવ કેમ કરતા નથી જેથી જેન્તીભાઇએ કહેલ કે તુ જુના ગામમા આવ તારા ટાંટીયા ભાંગી નાખશું. બાદમા તેઓ ટ્રેકટર લઇને બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે લાલજીભાઇ અને જેન્તીભાઇએ તેને ઉભો રાખી ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ સરપંચ ચંદ્રિકાબેને પણ કહેલ કે તેને મારી નાખો. આ બંને શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી.