Tuesday, December 27, 2022

કોરોનાને લડત આપવા સરકારનો આરોગ્ય વિભાગ સુસજ્જ, હોસ્પિટલોમાં મોકડ્રિલ યોજાઈ

અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરવા વહીવટીતંત્રની સુસજ્જતા અંગે ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. તેમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

કોરોના સામે લડવા તંત્ર સુસજ્જ

મોકડ્રીલ બાદ મંત્રી ઋષિકેશ પટેલની વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં એક લાખથી વધુ બેડ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી. વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂપે કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.’આ પણ વાંચોઃ વેક્સિન લીધી હશે તો પણ કોરોનાનો ચેપ લાગી શકે? જાણો સમગ્ર માહિતી

રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધઃ મંત્રી

તેમણે ઉમેર્યું હતું કે, ‘નાગરિકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર પાસે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખથી વધુ ડોઝની માંગણી કરી છે. આ જથ્થો ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે. પ્રિકોશન ડોઝ આપવા માટે ખાસ ડ્રાઈવનું રાજ્યવ્યાપી આયોજન કરાશે. ત્યારે જે નાગરિકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેમણે ઝડપથી આ ડોઝ લઈ લેવા અનુરોધ કર્યો હતો.’

આ પણ વાંચોઃ ભારત બાયોટેકની નોઝલ વેક્સિન આવતા અઠવાડિયેથી કોવિન એપ પર મળશેઃ સૂત્ર

કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સઘન રસીકરણથી સુરક્ષિત કર્યાં છે, આથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહીને તકેદારી રાખવી અત્યંત અનિવાર્ય છે. કોવિડ અંગેની માર્ગદર્શિકાનું તમામ નાગરિકોએ ચુસ્ત પાલન કરવું અત્યંત જરૂરી છે. કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા તાલીમબદ્ધ માનવબળ મળી રહે તે માટે નર્સિંગ અને પેરામેડીકલ આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કરાયા છે.’

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Coronavirus in Gujarat, Coronavirus Update, Coronavirus Updates

Related Posts: