Tuesday, December 27, 2022

મોડાસાના માલપુર રોડ પર વિદ્યાર્થીનીનું એક્ટિવા સીધુ ખાડામાં ખાબકયું; તંત્રએ ચેતવણીના બોર્ડ લગાવવાની જરૂર | A student's Activa plunged straight into a ditch on Malpur Road in Modasa; The system needs to put up warning boards

અરવલ્લી (મોડાસા)33 મિનિટ પહેલા

મોડાસામાં તંત્ર દ્વારા વિકાસના કામો કરવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે, ખોદકામ કરવું જ પડે પણ આવા ખોદકામ ક્યારેય જીવલેણ સાબિત ન થાય એ ધ્યાન રાખવાની જવાબદારી પણ તંત્રની જ છે. મોડાસા સાંઈ મંદિર વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. એક્ટિવા અનબેલેન્સ થતા એક્ટિવા સીધુ ખાડામાં ખાબકયું હતું. જો કે વિદ્યાર્થીનીઓ કૂદી જતાં બચી ગઈ હતી.

ભયજનક સ્થળો પર રક્ષણ વ્યવસ્થા જરૂરી
મોડાસાના માલપુર રોડ પર આવેલ સાઈ મંદિર પાસે તંત્ર દ્વારા રોડને અડીને મોટા ખાડા કરવામાં આવ્યા છે. આ ખાડાઓ રોડને અડીને કરેલા હોવાથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે સાંઈ મંદિર પાસેના મોટા ખાડા પાસેથી બે વિદ્યાર્થીનીઓ એક્ટિવા લઈ પસાર થતી હતી. તેવામાં એક સાયકલ સવાર ખાડા પાસે વચ્ચે આવી જતા તેને બચાવવા એક્ટિવા સવાર વિદ્યાર્થીનીએ એક્ટિવા ખાડા પાસે દબાવ્યું અને ખાડા પાસે એક્ટિવા અનબેલેન્સ થતા એક્ટિવા સીધુ ખાડામાં ખાબકયું હતું. જો કે વિદ્યાર્થીનીઓ સિફત પૂર્વક કૂદી જતા આબાદ બચાવ થયો હતો ત્યારે તંત્રની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.

પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી
જ્યાં-જ્યાં જાહેર રસ્તા પર કામો થતા હોય ત્યારે આવા ખોદકામ આસપાસ પ્રજાજનોને અડચણ રૂપ ન બને અને કોઈના જીવ ન જાય કે નુકશાન ન થાય તે માટે આવા ભયજનક સ્થળો પર પ્રોટેકશન માટેની વ્યવસ્થા અને ચેતવણીના બોર્ડ પણ લગાવવાના હોય છે. આવું સ્થળ પર કયાંય જોવા ન મળતાં મોડાસા પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: