રોજના એડવાન્સ બુકિંગ,સીડીએ પણ ભારે ટ્રાફિક
ગિરનાર રોપ-વે દ્વારા એડવાન્સ બુકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. એડવાન્સ બુકિંગ સિસ્ટમથી ટાઈમના સ્લોટ મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવે છે. જેથી અહીં આવતા પ્રવાસીઓને ભારે ભીડનો સામનો કરવો પડતો નથી અને આસાનીથી રોપવે ની સફર માની શકે છે.
પહેલા રોપ-વે ની એડવાન્સ બુકિંગ સિસ્ટમ શરૂ ન હોતી ત્યારે લોકોને ભારે ભીડનો સામનો કરવો પડતો હતો.આશરે બેથી વધુ કિલોમીટરની લાંબી લાઈન પણ ટિકિટ બુકિંગ માટે લાગતી હતી. પરંતુ એડવાન્સ બુકિંગ સિસ્ટમથી ઘણા પ્રવાસીઓને ફાયદો થયો છે.
તમારા શહેરમાંથી (જુનાગઢ)
માં અંબાના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુ પહોંચ્યા
ગિરનાર પર મા અંબા બિરાજી રહ્યા છે. ગિરનારની ભૂમિ એ ગુરુદત્તની તપ ભૂમિ પણ કહેવામાં આવે છે. રોપ-વેની સુવિધા અંબાજી સુધી છે તેથી અનેક યાત્રિકો અંબાજી સુધી જઈ અને પરત ફરે છે. ત્યારે અમુક યાત્રિકો અંબાજીથી દત્તાત્રેય સુધી દર્શનાર્થે જાય છે. ત્યારે અમુક યાત્રિકો પગપાળા જ ગિરનારની સંપૂર્ણ સફરનો આનંદ લે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Hindu Temple, Junagadh news, Local 18