સુરત: શહેરમાં સતત ગુનાનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં એક પછી ગુનાહીત પ્રવૃત્તિ અને હત્યાને અંજામ આપવામાં આવી રહ્યું છે, જેના લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોપીઓ એક પછી એક ગુનાને અંજામ આપી જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ઘટનાઓ ઘટી રહી છે. આવામાં રસ્તા પર ચાલતાં જતાં નાગરિકો પણ હવે સલામત નથી તેવી એક ઘટના સામે આવી છે. લૂંટારુઓ ફોન પર વાત કરી રહેલા યુવકનો ફોન લૂંટી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે.
ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ
સુરતના પુણા વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. અહીં રાહદારીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેવામાં આવ્યું હોવાની ઘટના બની છે. બાઇક પર આવેલા બે શખ્સો મોબાઇલ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે બાઇક પર આવેલા બે શખ્સો રાહદારીના હાથમાંથી મોબાઇલની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયા હતા. જે બાદ પુણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં મોબાઈલ સ્નેચરો બેફામ બન્યા છે. પુણા વિસ્તારમાં એક રાહદારી મોબાઇલ પર વાત કરી રહ્યો હતો, આવામાં પાછળથી મોટર સાયકલ પર આવેલા બે શખ્સો પળભરમાં મોબાઇલ સ્નેચિંગ કરી ફરાર થઇ ગયા હતા. રાહદારીએ સ્નેચરોને પકડવાનો પ્રસાય કર્યો હતો, છતાં સ્નેચરો ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.