વિલફ્રેડ પરેટો ના 20% કાર્યો પર ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવાથી મહત્તમ સફળતા મળે છે
હર્ષવર્ધન જૈન એ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ નગરના આ પવિત્ર સ્થાન પર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મળ્યું તેને હું મારું સદભાગ્ય માનું છું. મહંતસ્વામી મહારાજનાં દર્શને તેમના મુખ પર અનેરી આધ્યાત્મિક આભાનો મેં અનુભવ કર્યો. વિલફ્રેડ પરેટો ના 80%-20% નિયમ અનુસાર આપણે એવા 20% કાર્યો પર ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવા જોઈએ. જેમાંથી મહત્તમ સફળતા મળે.
જ્ઞાનવત્સલ સ્વામી એ જણાવ્યું કે તમારો નૈતિક અભિગમ જીવનમાં સફળતા નક્કી કરે છે. વ્યક્તિએ પોતાનાં જીવનમાં સંબંધોમાં થોડી બાંધછોડ કરી વિશાળ હ્રદય રાખીને વ્યસનમુક્ત જીવન જીવવું જોઈએ. પ્રમુખસ્વામી મહારાજ નગરની દર્શન યાત્રા આપને આ અભિગમ દ્રઢ કરવામાં મદદ કરશે.
સેન્ટર ઓફ સિવિલાઈઝેશનલ સ્ટડીઝના ડિરેક્ટર રવિશંકરે જણાવ્યું કે આ સમગ્ર આયોજનમાં લાગેલા પુરુષાર્થ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો. આદિવાસી પરંપરાઓ અને દંતકથાઓ વિષે અનેક પુસ્તકો લખનાર એવા સુવિખ્યાત ભગવાનદાસ પટેલે પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે આદિવાસીઓના ઉત્કર્ષ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સંત સમાજ ભેદભાવોને ઓગાળવામાં મદદ કરશે
નેશનલ કમિશન ઓફ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું કે ફક્ત માહિતી પૂરતી નથી. પરંતુ અનુભવ જરૂરી છે. સંત સમાજ ભેદભાવોને ઓગાળવામાં મદદ કરી શકશે. આદિવાસીઓ પણ આપણા જ ભાઈઓ છે. આ ભાવના કેળવીને તેમને અપનાવવાના છે. હું આશાવાદી છું કે આપણે આ દિશામાં આગળ વધી શકીશું.
વનવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ રામચંદ્ર ખરાડીએ જણાવ્યું કે જન-જાતિ સમાજ પહેલેથી ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજ એક એવા સંત હતા. જેઓ સતત અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહ્યા. આવા કાર્યમાં સમાજને જાગૃત અને શિક્ષિત કરવા સંત સમાજની મહત્વની ભૂમિકા છે.
આપણે જાતિના ભેદ ભુલાવીને રાષ્ટ્રના ઉત્થાન માટે સામૂહિક રીતે આગળ આવવું પડશે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપવામાં આવેલ ઘરસભાનો સંદેશ ખૂબ અગત્યનો છે. આપણે જે પણ કંઈ વાંચીએ, વિચારીએ, લખીએ તે કેવળ પાશ્ચાત્ય વિચારથી પ્રભાવિત ન હોય તે અગત્યનું છે.
આદિવાસીઓએ પ્રમુખસ્વામી મહારાજને જે પણ ધર્યું તે સર્વેએ પ્રેમથી આરોગ્યું
પ્રસ્થાનત્રયી ભાષ્યના સર્જક મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી એ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ સહજ અને સરળ હતા. આદિવાસીઓએ પ્રમુખસ્વામી મહારાજને જે પણ ધર્યું તે સર્વેએ પ્રેમથી આરોગ્યું. કપરી પરિસ્થિતિમાં જીવતા આદિવાસીઓને જોઈને પ્રમુખસ્વામી મહારાજની આંખો કરુણાથી છલકાઈ ઉઠતી. એ પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ જ હતો. જે તેમને આદિવાસી સમાજની મદદ કરવા દોરી ગયો.
BAPS ના પૂ. જ્ઞાનનયન સ્વામીએ જણાવ્યું કે 17 વર્ષ પહેલાં વલસાડમાં એક આદિવાસી ડ્રાઇવરને મળવાનું થયું. તેમણે જીવનમાં પ્રગતિનો સંપૂર્ણ શ્રેય પ્રમુખસ્વામી મહારાજને આપ્યો. સર્વને લાગતું હતું કે પ્રમુખસ્વામી મહારાજ તેઓના સાચા મિત્ર હતા. જાણીતા લેખક રાજીવ રંજને રામકૃષ્ણ મિશન દ્વારા છત્તીસગઢમાં હાથ ધરવામાં આવેલી આદિવાસી કલ્યાણ પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો.
હિતાભિલાશ મોહંતી (લોયર) એ જણાવ્યું કે સંતનું કાર્ય ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી ભક્તિ અને તપશ્ચર્યા દ્વારા સમાજના ઉત્થાન કાજે જીવવું તે છે.
અતુલ જોગ એ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે સૌને કોઈ ભેદબુદ્ધિ વગર અપનાવ્યા. આપણે ત્યાં એવો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો છે કે સંતો છેવાડાના માનવી સુધી નથી પહોંચી શક્યા. માત્ર બહારથી આવેલા કેટલાક લોકોએ જ કાર્ય કર્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સંતોએ સૌમાં આત્મગૌરવ બક્ષ્યું છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav