Mehali Tailor, Surat. દરેક મુશ્કેલી એક નવી તક ઉભી કરે છે. આ વાક્યને સાર્થક કર્યું સુરતની એક એવી મહિલા જેમણે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક નાનું પાર્લર નું કામ શરૂ કર્યું અને આજે તે લાખો રૂપિયા કમાઈને અનેક મહિલાઓને રોજગારી આપે છે.
વર્ષો પહેલા આ મહિલાના લગ્ન સંબંધ નો અંત આવી જતા તેની અને તેની દીકરીની જવાબદારી તેના એકલા માથે આવી હતી. જલ્દી લગ્ન થઈ જવાને કારણે તેનું ભણતર પણ પૂર્ણ થયું ન હતું જેને લઇ સારી નોકરી મેળવવી પણ મુશ્કેલ પડી હતી. પોતાનું ગુજરાત ચલાવવા અને પોતાની દીકરી ની જવાબદારી માટે આ મહિલા તેજલ શાહ એ લોકોના ઘરે ઘરે જઈ પાર્લર નું કામ શરૂ કર્યું. આ કામ કરતાં ની સાથે જ તેણે પોતાની દીકરીની જવાબદારી પણ એકલા હાથે નિભાવી.
લોકોના ઘરે ઘરે જઈ પાર્લરનું કામ શરુ કરી રોજગારી મેળવી
તમારા શહેરમાંથી (સુરત)
પોતાના પાર્લરના કામ કરી પૈસા ભેગા કરી તેણે પોતાની દીકરીને તો ભણાવી જ રહ્યા છે પરંતુ તેમણે પોતાની દીકરી સાથે પોતાનો ફરી અધુરો રહી ગયેલો અભ્યાસ શરૂ કર્યો. 30 વર્ષની ઉંમરે એક દીકરી સાથે તેમણે પાર્લર નું કામ દીકરીની જવાબદારી અને પોતાનું ભણતર એમ દરેક જવાબદારી નિભાવી આજે આ મહિલા પોતાનું એક મોટું પાર્લર બનાવ્યું. આ સિવાય તેમણે પોતાના ભણતરનો ઉપયોગ પોતાના પાર્લરમાં કર્યો. આયુર્વેદિક અને નેચરોપેથિકનો અભ્યાસ કરી તેજલ બેન એ પાર્લરમાં જે પ્રોડક્ટ નો ઉપયોગ થાય છે તે દરેક પ્રોડક્ટ પોતાના ઘરે જાતે બનાવી તેનો ઉપયોગ કર્યો આ દરેક પ્રોડક્ટ આયુર્વેદિક અને હર્બલ હોવાથી સ્કીન અને વાળને પણ નુકસાન ન કરતા લોકો આ પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવવા આવી રહ્યા છે આજે આ પાર્લર એ પાર્લર તરીકે નહીં પરંતુ એક ક્લિનિક તરીકે પણ ઓળખાય છે.
જાતે બનાવેલી પ્રોડક્ટ બીજી મહિલાઓને પોતાના નામ વગર તેના વેચાણ માટે આપે છે
આ સાથે જ તેજલ બેન પોતાની બનાવેલી પ્રોડક્ટ પોતાના નામ વગર બીજી મહિલાઓને વેચાણ માટે આપે છે જ્યાં બીજી મહિલાઓ પોતાના નામે આ પ્રોડક્ટનું વેચાણ કરે છે. બીજી મહિલાઓ પણ રોજગારી મેળવી પોતાની આર્થિક મુશ્કેલીઓ સામે ખડે પગે ઉભી રહી શકે એ માટે તેજલ બેન આ પ્રોડક્ટનું વેચાણ પોતાના નામ વગર કરે છે. આ સાથે જ પાર્લરના ક્લાસ શરૂ કર્યા જ્યાંથી અનેક મહિલા કામ શીખીને રોજગારી મેળવી રહી છે.
તેજલ બેન ને જણાવ્યું હતું કે \”દરેક મહિલા આત્મનિર્ભર બને એ ઘણું જ જરૂરી છે. અને જે પોતાની આવડત હોય છે તેનો ઉપયોગ પોતાની રોજગારીમાં કરવો જોઈએ જેથી જીવનમાં મુશ્કેલ સમય પણ મહિલા આર્થિક રીતે પગભર રહે.\”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર