ઘર માટે ખાવા રોપેલ ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન જોઈ તેઓ ચોંકી ઉઠ્યા
ખેડૂતે રોપેલ ડ્રેગન ફ્રુટ પોતાના ઘર માટે ખાવા તેમજ અન્ય લોકોને આપવા માટે બનાવ્યા હતા પ્રથમ બેથી ચાર મહિનામાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન જોઈને તેઓ પણ ચોકી ઉઠ્યા હતા.તેમની ધારણા કરતા પણ વધારે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું હતુ.
ડ્રેગન ફ્રુટ લાગતા જ તેની ખરીદી માટે લોકો ઉમટ્યા
તમારા શહેરમાંથી (ભરૂચ)
નિવૃત્ત આરએફઓએ બનાવેલ ડ્રેગન ફ્રુટ લાગતા જ તેની ખરીદી માટે લોકોની લાઈન લાગી હતી.તેમજ તેઓએ અન્ય લોકોને પણ ડ્રેગન ફ્રુટ આપ્યા હતા.
પોતાના પરિવારના ખાવા માટે વાવેલા ડ્રેગન ફ્રુટ જે કોઈ આવે તેને ખાવા માટે મફત આપતા હતા.
ડ્રેગન ફ્રૂટની જાળવણી માટે થાંભલા ઊભા કર્યા
હાલ ડ્રેગન ફ્રૂટની જાળવણી તેઓ કરી રહ્યા છે. પ્રથમ તો તેઓએ જાડી સાથે ડ્રેગન ફ્રૂટ ઉભા કર્યા હતા. પરંતુ ટેકાના અભાવે તે નીચે પડી જતા હતા.
જેને પગલે ડ્રેગન ફ્રૂટના છોડ તેઓ વાસના સહારે વધુ મજબૂતાઈ સાથે છોડ ટકી શકે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Dragon farming, Local 18