Wednesday, December 28, 2022

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પહેલા જ હીરાબાએ કરી હતી આગાહી, જુઓ VIDEO

Heeraben Modi PM Modi Mother: PM મોદીના બા હીરાબાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેઓને તબિયત ખરાબ થતાં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચારને પગલે રાજકીય વર્તુળોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. ધારાસભ્યો સહિતના દિગ્ગજો હોસ્પિટલ પહોંચ્યા હતા.

હીરા બાને અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતા.  હીરાબાની ખબર અંતર જાણવા માટે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ અસારવા અને દરિયાપુરના ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

છોકરો મારો પવિત્ર છે: હીરાબા 

2014માં ચૂંટણીમાં PM મોદી પહેલી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. ત્યારે ચૂંટણીના પરિણામ પહેલા જ ઈન્ડિયા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હીરાબાએ કહ્યું હતું કે, ”મે તેને શરૂઆતમાં જ કહ્યું હતું, જ્યારે તે ગુજરાતનાં પણ રાજા નહોતા ત્યારે કે ભાઈ તું આખી સૃષ્ટિનો રાજા બનીશ! છોકરો મારો પવિત્ર છે, કારણ કે તેને કોઈનું કંઇ લેવું નથી, ખાવુ નથી. માટે તે પ્રધાન બનશે બનશે અને બનશે જ. તમે યાદ રાખજો!”

Published by:Mayur Solanki

First published:

Tags: Hiraba, Mother heera Baa, PM Modi પીએમ મોદી


Related Posts: