Header Ads

Palanpur's Urvil Patel has been selected in the IPL cricket team nrb – News18 Gujarati

Nilesh Rana, Banaskantha: ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ખેલાડીઓનું સિલેક્શન યોજાયું હતું. જેમાં મૂળ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કહીપુર ગામના વતની અને પાલનપુર ખાતે રહેતા ઉર્વીલ પટેલને ગુજરાત ટાઈટન્સ ટીમે ખરીદ્યો છે. ઉર્વીલ પટેલને બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદવામાં આવ્યો છે.ઉર્વીલ પટેલની વિકેટકીપર, બેટ્સમેનના સ્લોટમાં રખાયો છે.

ઉર્વીલ પટેલ IPLમાં સ્થાન મેળવનારો બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. ઉર્વીલ પટેલના માતા- પિતા બંને શિક્ષક છે. ઉર્વીલ પટેલ નાનપણથી ક્રિકેટમાં વધુ રસ હોવાથી તેના માતા -પિતાએ ઉર્વીલ 6 વર્ષનો હતો,

ત્યારે તેને પાલનપુરમાં ક્રિકેટનું કોચિંગ અપાવવાનું શરૂ કરાયું હતું. બાદ ઉર્વીલ પોતાની મહેનત અને ધગસના કારણે ઉર્વીલે પોતાની ક્ષમતા મુજબ દેખાવ કરતા આગળ વધ્યો છે અને આજે IPL ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયો છે.

37 બોલમાં 84 રન ફટકાર્યા હતા

બરોડા ક્રિકેટ એસોસિયન તરફથી વેસ્ટ જોન અન્ડર 14, વેસ્ટ જોન અન્ડર 16, વેસ્ટ જોન અન્ડર 19, એન. સી .એ .અન્ડર 19, ઇન્ડિયા અન્ડર 19 વર્લ્ડ કપ, સૈયદ મુસ્તાક ટ્રોફી અંડર 23, વિજય હઝારે ટ્રોફી,સૈયદ મુસ્તાક અલી ટ્રોફી,કુચ બિહાર ટ્રોફી,વિજય મર્ચન્ટ ટ્રોફી રમ્યો છે.બાદ ઉર્વીલ છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જેડાયેલો છે.

પરંતુ સૈયદ મુસ્તાક અલી ટી -20 ટુર્નામેન્ટમાં ગત ઓક્ટોબરમાં બિહાર સામે રમાયેલી મેચમાં માત્ર 37 બોલમાં 84 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. આ ઇનિંગથી ઉર્વીલ વધુ લાઇમટાઇમમાં આવ્યો હતો . ઉર્વીલ પટેલની આક્રમક બેટિંગની ક્ષમતાને જાઈ ગુજરાત ટાઇટન્સે તેની બેઝ પ્રાઈઝ રૂપિયા 20 લાખમાં વિકેટકીપર,બેટ્સમેન તરીકે ખરીદી લીધો છે.

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

કેટલા વર્ષથી ક્રિકેટનું કોચિંગ મેળવે અને રોજની કેટલી કલાક પ્રેક્ટિસ

બનાસકાંઠાના પાલનપુરનો ઉર્વીલ પટેલ છેલ્લા 15 વર્ષથી ક્રિકેટમાં સતત મહેનત કરી રહ્યો છે. તેમજ રોજના 5 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે.

ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ ટીમમાં પસંદગી પામેલા ઉર્વીલે ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ મેચમાં સારું પ્રદર્શન કરી આગામી સમયમાં ભારતની ટીમમાં રમું તેવું મારું સ્વપ્નું છે.

ભારત માટે રમે તેવી અમારી ઈચ્છા: પિતા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રહેતા મુકેશભાઇ પટેલ એક શિક્ષક છે.તેમનો દીકરો ઉર્વીલ પટેલ નાનપણથી તેને ક્રિકેટ રમવાનો અનેરો શોખ હતો. જ્યારે તે 6 વર્ષનો હતો,ત્યારે તેને પાલનપુર ખાતે ક્રિકેટ કોચિંગ મેળવવા એકેડમીમાં મોકલ્યો.

 

તેને ક્રિકેટમાં ખૂબ રસ હોવાથી તે સતત ક્રિકેટમાં મહેનત કરતો ગયો અને આખરે આજે ગુજરાત ટાઇટન્સની ટીમમાં સિલેક્શન થતા તેના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. ઉર્વિલના પિતાએ જણાવ્યું હતું કે,ઉર્વીલ IPLની મેચમાં સારું પ્રદર્શન કરી આગામી સમયમાં ભારતની ટીમમાં રમે તેવી અમારી ઇચ્છા છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Banaskanatha, Cricketers, Ipl match, Local 18

Powered by Blogger.