વલસાડમાં 2023માં રૂ.1.78 કરોડના ખર્ચે નવી મહાત્મા ગાંધી લાયબ્રેરીનું સંકુલ મળશે | A new Mahatma Gandhi Library complex will come up in Valsad in 2023 at a cost of Rs.1.78 crore.

વલસાડ36 મિનિટ પહેલાલેખક: હસીન શેખ

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • વિદ્યાર્થીઓ માટે અલાયદા વાંચન રૂમની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે

વલસાડ નગરપાલિકા દ્વારા 2023ના વર્ષમાં શહેરીજનોને રૂ.1.78 કરોડના ખર્ચે નવી મહાત્મા ગાંધી લાયબ્રેરીની ભેટ મળશે.રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ હેઠળ જૂની લાયબ્રેરીનું મકાન ધ્વંશ કર્યાબાદ નવું સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વલસાડના સ્ટેશન રોડ ઉપર ડીએન શોપિંગ સેન્ટર સામે વર્ષો પૂરાણી મહાત્મા ગાંધી લાયબ્રેરીને નવી બનાવવા માટે રાજ્ય સરકારે રૂ.1.78 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.

2018માં પાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીના કાર્યકાળમા આધૂનિક લાયબ્રેરી બનાવવા માટે દરખાસ્ત રજૂ કરાયા બાદ ગ્રાન્ટ ફાળવવામાં આવતા વર્તમાન શાસકો દ્વારા આ કામગીરીને સતત આગળ ધપાવવામાં આવી છે.પાલિકા પ્રમુખ કિન્નરી અમિષભાઇ પટેલ, કારોબારી ચેરમેન છાયાબેન, સમિતિઓના અધ્યક્ષો અને સભ્યો દ્વારા વલસાડમાં આધૂનિક લાયબ્રેરી માટે 2023માં કામ પૂર્ણ કરવા માટે પ્રયાસો જારી કરાયા છે.

મહાત્મા ગાંધી લાયબ્રેરી બે માળની બનાવવામાં આવી રહી
​​​​​​​વલસાડ શહેરના મધ્યે આવેલી મહાત્મા ગાંધી લાયબ્રેરી બે માળની બનાવવામાં આવી રહી છે.જેમાં વાંચનાલય સહિત પુસ્તકો મૂકવા માટેના સાધનો,બેસવા માટે ખુરશીઓ, ટેબલોની વ્યવસ્થા, ટોયલેટ સુવિધા મળશે. નવી લાયબ્રેરીમાં નવા પુસ્તકો પણ વસાવવામાં આવશે.લાયબ્રેરી બહારના ભાગે પાર્કિંગ સુવિધા પૂરી પડાશે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post