ગાંધીનગરના સેકટર - 25 ની એકસોટીકા રિફ્રેશ કંપનીમાં પોલીસના દરોડા, દારૂ ઢીંચી ઉપદ્રવ મચાવતા પાંચ ઈસમો ઝડપાયા | Police raids in Aksotika Refresh Company of Sector-25, Gandhinagar, five persons arrested for causing nuisance by carrying liquor
ગાંધીનગર9 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરનાં સેકટર – 25 જીઆઇડીસી ખાતે આવેલી એકસોટીકા રિફ્રેશ કંપનીમાં થર્ટી ફર્સ્ટની નાઈટે દારૂ ઢીંચીને જોરશોરથી બૂમો પાડી બિભત્સ ગાળો બોલીને ઉપદ્રવ મચાવનાર પાંચ ઈસમોને સેકટર – 21 પોલીસે દરોડો પાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરી દારૂની બંધીની કડક અમલવારી માટે દોડધામ કરવામાં આવી હતી. તેમ છતાં સમગ્ જિલ્લામાં કુલ 38 ઈસમો જ પ્રોહીબીશનનાં કાયદાનો ભંગ કરતાં ઝડપાયા હતા. ત્યારે પોલીસે ફાર્મ હાઉસો, હોટલો તેમજ જીઆઇડીસીમાં વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું. જે અન્વયે સેકટર – 21 પોલીસનો સ્ટાફ પણ સેકટર – 25 જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો.
એ દરમ્યાન અત્રેની જી.આઇ.ડી.સી. ખાતે પ્લોટ નંબર-બી/227 માં આવેલ એકસોટીકા રીફ્રેશ નામની કંપની આગળ પહોંચતા અંદરથી જોરશોર બૂમો પાડવાનો અવાજ પોલીસના કાને પડ્યો હતો. એટલે પોલીસે કંપની તરફ નજર દોડાવતા અંદર લાઈટો ચાલુ જોવા મળી હતી. જ્યાંથી જ અવાજ આવતો હોવાની પાક્કી ખાત્રી થતાં પોલીસ ટીમે ઉક્ત કંપનીમાં દરોડો પાડયો હતો. જ્યાં ઓફિસમાં પાંચ ઈસમો શંકાસ્પદ હાલતમાં બેઠેલા જોવા મળ્યા હતા. ત્યારે પોલીસને જોઈને પાંચેય ઈસમોનાં મોતિયા મરી ગયા હતા.
બાદમાં પોલીસે પાંચેય ઈસમોને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ જઈ કડકાઈથી પૂછતાંછનો દોર શરૂ કર્યો હતો. જેનાં પગલે તેઓએ પોતાના નામ વિશાલ ભરતભાઇ શાહ( ઉ.43, હાલ રહે -હાલ.મુંબઇ, એ/15, ગીરીરાજ એપાર્ટમેન્ટ, મામલતદાર વાડી, મલાર્ડ વેસ્ટ, મુંબઇ-64 મૂળ રહેવાસી-એસ/બ્લોક, સરદાર પટેલનગર , શાસ્ત્રીનગર,નારણપુરા,અમદાવાદ),મુખત્યાર જીરમિયાં મલેક (રહે. સેકટર – 21, છ ટાઈપ મકાન નંબર 2/3), નિરવ મૂકેશભાઈ શર્મા (રહે. સેકટર – 25, મકાન નંબર – 147,સહકાર કોલોની), વિક્રમકુમાર દીયનાથ દેહુર્ય(રહે. એકસોટીકા કંપની, મૂળ ખંડતીરી પોસ્ટ ગીરીધાપ્રસાદ, ઈન્દોર) અને શુભમ લલિતસિંહ રાજપૂત (રહે રાંધેજા, કેસર – 222,મકાન નંબર – 202,મૂળ. આંબલીયા સૂણા, મહેસાણા) હોવાની કબૂલાત કરી હતી.
આ પાંચેય ઈસમોની પૂછતાંછ દરમ્યાન શુભમ રાજપૂત એકસોટીકા કંપનીમાં જોરશોરથી બૂમો પાડી ઉપદ્રવ કરતાં તેમજ બાકીના ઉક્ત ચાર ઈસમો દારૂના ભરપૂર નશામાં હોવાનું ખુલ્યું હતું. ચારેય ઈસમોએ પુષ્કળ દારૂ પીધો હોવાથી શરીર સ્થિતિનું પણ ધ્યાન રાખી શકતા ન હતા. અને પોલીસની સામે પણ લથડિયાં ખાતા હતા. આખરે પોલીસે પાંચેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Post a Comment