Navsari: ખેડૂતોની મોટી સમસ્યાનો ઉકેલ આ બાળકે ઉકેલી લીધો, કરી અનોખી શોધ, જુઓ વીડિયો
ટેકનીકલ વાત કરીએ તો હવામાં રહેલા કાર્બન ડાયોકસાઈડને ભેગો કરી તેને લીક્વીડ સ્વરૂપમાં ફેરવી રાત્રી દરમ્યાન જયારે વીજળીની માંગ હોય ત્યારે આ કાર્બન ડાયોક્સાઈ દ્વારા ટર્બાઈનને ફેરવી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું આ સમગ્ર માળખું છે. જે શાળાના બાળકે વિડીયોમાં સમગ્ર માહિતી પૂરી પાડી છે.
ખેડૂતો માટે આ અનોખી શોધ કરનાર બાળકનું નામ અભ્યાંસ છે અને તે 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. 13 વર્ષના અભ્યાંસે ખેડૂત પિતાને વીજળી વગર ખેતી કરતાં જોઈ પ્રેરણા મળી હતી, ત્યારબાદ અભ્યાંસે પોતાની શાળાના આચાર્યને વાત જણાવી હતી. બાદમાં આચાર્ય બાળકને લઇને જીઇબીની ઓફિસ પહોંચ્યા હતા. ત્યાંથી આ સમગ્ર વીજળીને લગતી માહિતીઓ એકત્ર કરી હતી અને સમગ્ર પ્રોજેક્ટ માટે વિચાર આવ્યો હતો. એટલું જ નહીં આ પ્રોજેક્ટ બનાવવા માટે જરૂરી સામાન વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યો છે.
આપણે સૌ જાણીએ છીયે એમ ભારત વિકાસશીલ દેશમાથી વિકસિત દેશ બનવા તરફ પ્રગતિ અને વિકાસ કરી રહ્યો છે. આ પ્રગતિ અને વિકાસની સાથે આપણે કેટલીક ગંભીર પર્યાવરણીય સમસ્યાઓ પણ સર્જી છે. આજના આધુનિક સમયમાં આ પર્યાવરણીય સમસ્યાઓ ટેક્નોલૉજી વડે કઈ રીતે ઓછી કરી શકાય એ જ વિકાસની સાચી પરિભાષા ગણાશે. હાલના સમયમાં આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે મોટા ભાગે ખનીજ તેલ અને ખનીજ કોલસાનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીયે. જે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાના છે.
ભારતમાં સ્થાપિત ઉર્જા મથકો 403 ગિગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જૂન 2022ના ઉર્જા વિભાગના આંકડા મુજબ ભારતનું કુલ વીજ ઉત્પાદન 1383 ટેરાવોટ પ્રતિ કલાક હતું પરંતુ એની સામે ઉર્જાની માંગ 1598 ટેરાવોટ પ્રતિ કલાક હતી. આપણે સૌ જાણીએ છીયે એમ ઉર્જાની માંગ દિન પ્રતિદિન વધતી જ જવાની છે. ભારતમાં કુલ વીજ ઉત્પાદન 60 ટકા ભાગ ઉષ્ણતા વિદ્યુતનો છે. જેમાં 52 ટકા ઉર્જા કોલસા દ્વારા, 6 ટકા ઉર્જા કુદરતી ગેસ દ્વારા અને 2 ટકા ઉર્જા પરમાણુ દ્વારા મેળવવામાં આવે છે. જ્યારે 12 ટકા ઉર્જા જળ વિદ્યુત દ્વારા અને 28 ટકા ઉર્જા પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થાય છે. પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વડે ઉર્જા ઉત્પન્ન કરવામાં ભારત વિશ્વમાં ચોથા નંબરે છે. આટલા મોટા પ્રમાણમાં વીજ ઉત્પાદન થતું હોવા છતાં ભારત વીજ કટોકટીનો સામનો કરી રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે વીજળીનો વ્યય અને ટેકનૉલોજીનો અભાવ.
ભારત દેશમાં એક અંદાજ મુજબ સવારે 8 થી 10 અને સાંજે 6 થી 10 સુધી વીજળીની માંગ સૌથી વધુ હોય છે. જેને પિક લોડ કહે છે. જ્યારે બપોરે 11 થી 5 સુધી વીજળીની માંગ નિયમિત રહે છે જેને બેઝ લોડ કહે છે. ભારતમાં રહેલ તમામ પાવર પ્લાન્ટ બેઝ લોડ મુજબ વીજળીનું ઉત્પાદન કરતાં હોય છે. આજ બપોરે 11 થી સાંજે 5 સુધીના સમયમાં જે બેઝ લોડ મુજબ વીજ ઉત્પાદન થાય છે એની જરૂરિયાત ના હોવા છતાં વ્યય થાય છે વળી ભારત દેશ સૌર ઉત્પાદનમાં ખૂબ પ્રગતિ કરી રહ્યો છે પણ બપોરના સમયે જ સૌથી વધુ સૌર ઉત્પાદન વધુ થાય છે પણ એ સમયે વીજળીની માંગ ઓછી હોય છે જેથી આ ઉર્જાને કોઈ જગ્યા એ સ્ટોર કરી શકાતી ના હોવાથી વ્યર્થ જાય છે.
સાંજે 6 થી 10 જ્યારે ઉર્જાની સૌથી વધુ જરુર હોય ત્યારે સોલર ઉર્જા મળી શક્તિ નથી. આ વ્યર્થ જતી ઉર્જાને સ્ટોર કરવાની ટેકનૉલોજી નો વિકાસ કરવો જરૂરી છે. આ ઉપરાંત ભારતમાં દર વર્ષે 2309 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન પાવર હાઉસ દ્વારા થાય છે. જે પણ ખૂબ ચિંતાનો વિષય છે. જેથી ભારતમાં વીજળી ઘટની સમસ્યા અને કાર્બન ડાયોકસાઈડના નિયંત્રણ માટે કાર્બન એનર્જી ખૂબ ઉપયોગી થશે જે સાચા અર્થમાં ટેક્નોલૉજીનો ઉપયોગ છે.
કાર્બન એનર્જીના ફાયદા
Co2 એનર્જી એક મોટા પાયા પરની બેટરી રૂપે કામ કરે છે જ્યારે વીજળીની માંગ ઓછી હોય ત્યારે એને ચાર્જ કરવામાં આવે છે અને જ્યારે વીજળીની માંગ વધે ત્યારે એને ડીસ ચાર્જ કરી વીજળી પાછી મેળવી શકાય છે. કાર્બન ડાયોક્સાઈડ જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે એનો ટેકનૉલોજી ના માધ્યમથી સદ ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરી શકાય છે.
સોલર પાવર ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 5માં નંબરે છે છતાં આપણાં ત્યાં વીજ કટોકટી જોવા મળે છે કારણ કે વીજળીની સૌથી વધુ જરૂરિયાત સવારે અને સાંજે હોય છે ત્યારે સોલર પાવર કામ નથી આવતો કારણ કે તે સમયે પૂરતો સૂર્ય પ્રકાશ નથી હોતો . બપોરે જ્યારે સૂર્ય ખૂબ ગરમી આપે ત્યારે સોલર પ્લાન્ટ સારી વીજળી ઉત્પન્ન કરે છે પણ બપોરે વીજળીની માંગ ઓછી હોય છે જેથી આ વીજળી વ્યર્થ જાય છે આ વ્યર્થ જતાં સોલર પાવરને સ્ટોર કરવા માટેની મોટી મોટી બેટરીઓ આપણી પાસે નથી.જેનું સમાધાન CO2 એનર્જી વડે થશે.
દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગની વીજળી ઉકાઈ પાવર પ્લાન્ટમાથી આવે છે. જેની ક્ષમતા 1110 મેગાવોટ છે અને જે કોલસા દ્વારા સંચાલિત છે. હવે બપોરે જ્યારે વીજળીની માંગ ઓછી હશે તો પણ આ પાવર પ્લાન્ટને બંધ નથી કરી શકાતો એ તો અવિરત પણે વીજળી ઉત્પન્ન કરતો રહે છે જેથી વીજળીનો આ રીતે વ્યય થાય છે. આ વ્યય થતી વીજળીને સાચવવા માટે CO2 એનર્જી સિસ્ટમ ખૂબ ઉપયોગી છે.
આ એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે. જેમાં જરા પણ વીજળી વેળફાતી નથી. અને પુનરાવર્તન કરીને ઓછામાં ઓછા 100 વર્ષ સુધી આ CO2 એનર્જી કામ આપે છે.
CO2 એનર્જી સિસ્ટમ કોઈ પણ જગ્યા એ સરળતાથી ફિટ કરી શકાય છે અને એ ઇકો ફ્રેંડલી અને પ્રદૂષણ મુક્ત છે. આમ આ વર્ષના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનના મુખ્ય વિષય ટેક્નોલૉજી અને ટોયઝ અંતર્ગત ટેક્નોલૉજી વડે પર્યાવરણનો બચાવ અને ટકાઉ વિકાસ કરી શકાય છે.
ખેડૂતોની ચિંતા કરી આ બાળકે બનાવેલ મોડલ પર સરકાર વિચારના કરી અમથી પણ કોઈ વિશેષ આ પ્રકારની શોધ કરવા જેવી છે. હાલ ભારતમાં આવી વીજ ઉત્પાદન લગભગ જોવા નથી મળી જોકે આ ટેકનોલોજી પર વિચારના કરી તેને ડેવલોપ કરવામાં આવશે તો લોક ઉપયોગી થઇ શકશે તેવું પણ જાણવા મળ્યું છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Electricity, Local 18, ટેકનોલોજી, નવસારી
Post a Comment