Sunday, January 1, 2023

સુરતમાં છેતરપિંડી આચતો એકાઉન્ટન્ટ ઝડપાયો

સુરત: ગુજરાત રાજ્યમાં સુરત શહેર ઝડપી વિકાસ પામતુ અને મેગા સીટી બનવા જઇ રહેલ શહેરની યાદીઓમાં અગ્રેસર છે. આ સાથે આર્થિક દષ્ટિએ સુરત શહેરમાં કાપડ માર્કેટ, હીરા બજાર જેવા નાના મોટા વિવિધ ઉધોગો પણ કાર્યરત છે. જેમાં મોટા પ્રમાણમાં પેઢીઓ/ફર્મો પોત પોતાના સી.એ./એકાઉન્ટન્ટ રાખતા હોય છે અને તેઓ દ્વારા પેઢી/ફર્મના વ્યવહારો સરકારશ્રીની અધીક્રુત કરની જગ્યાએ જરૂરી ચુકવણી અને તે અંગેના હિસાબો રજુ કરવામાં આવતા હોય છે. પરંતુ એક એકાઉન્ટન્ટ દ્વારા પોતાનો આર્થિક ફાયદો મેળવવા ઇન્કમટેક્ષનાં પેનલ્ટીની બોગસ નોટીશો અને બોગસ ચલણો મોકલી તેના દ્વારા પેઢી/ફર્મના માલિક પાસેથી લાખોમાં નાણા મેળવી છેતરપિંડી કરી હોવાની રાવ ઉઠવા પામી હતી.

છેતરપિંડી આચરતા એકાઉન્ટન્ટ ઝડપાયો

પોલીસે ભોગ બનનારાઓની રજુઆત અને માહિતી મેળવી તેઓ પાસેથી આરોપીએ આપેલ ઇન્કમટેક્ષનાં પેનલ્ટી અંગેના બોગસ લેટરો અને બેંકના બોગસ ચલણો સંલગ્ન કચરીઓમાં ખરાઇ અર્થે મોકલી છે. જેમાં ભોગ બનનારને વોટ્સઅપ અને ઇ-મેઇલ દ્વારા આરોપીએ મોકલેલ ઇન્કમટેક્ષના પેનલ્ટી અંગેના બંન્ને લેટરો અને ICICI બેંકનાં ઇન્કમટેક્ષ ભર્યા અંગેના ચલણો પણ બોગસ હોવાનું પ્રાથમિક રીતે જણાતાં પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો. ગુનાની તપાસ દરમિયાન ગુનો કરનાર આરોપીને લોકેટ કરવા હ્યુમન રીસોર્સના મદદથી માહિતી એકત્રીત કરી આરોપીના રહેઠાણના સરનામા પર તેઓની હાજરીના સમયની ખાત્રી કરી સ્ટાફના માણસો સાથે રેડ કરી ઉપરી અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ બી/1002, નોવા ગેલેક્ષી, પાલ કેનાલ રોડ, અડાજણ, સુરત ખાતેથી આરોપી અક્ષય અશ્વીનકુમાર સુમવાલાની ધરપકડ કરવામાં આવી છે.આ પણ વાંચો:  તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું 

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

આ સાથે આરોપીની પૂછપરછ કરી અન્ય કોઇ વેપારી સાથે છેતરપિંડી આચરેલ છે કે કેમ? તે બાબતે તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી  છે. આરોપીની પૂછપરછ અને તપાસમાં આરોપીએ ફરિયાદી સિવાય અન્ય લોકો સાથે પણ અલગ અલગ રીતે છેતરપિંડી કરેલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ અલગ અલગ ભોગ બનનાર વેપારીઓના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેઓ પાસેથી એલ.આઇ.સી પ્રીમિયમના નાણા મેળવી પ્રીમિયમ ભરેલ નથી, તેમજ ઇન્કમટેક્ષ અને જી.એસ.ટી. વિભાગના નામે તેઓ પાસેથી પણ ખોટી રીતે નાણા મેળવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આ પણ વાંચો: નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

આરોપી દ્વારા આ રીતે ભોગ બનનાર વ્યક્તીઓનો સંપર્ક કરી તેઓને ઇકો સેલનો સંપર્ક કરવા અને આરોપીએ કરેલ ગુનાહીત ક્રુત્યો બહાર લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે અને તે દિશામાં તપાસ ચાલુ કરવામાં આવી છે પોલીસ જાહેર જનતા જોગ અપીલ કરી છે. આવી કોઈ ઓપરેન્ડીથી કોઇ એકાઉન્ટન્ટ કે સી.એ. (ચાર્ટડ એકાઉન્ટન્ટ) દ્વારા અથવા આરોપી અક્ષય સુમવાલા દ્વારા આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવેલ હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનો સંપર્ક કરવા જણાવાયું છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Crime news, Surat crime news, ગુજરાત

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.