મધ્યપ્રદેશમાં પોતાનો જ બળાત્કાર કરનારના પ્રેમમાં સગીરાએ વટાવી હદ, સગી માની હત્યા કરી
અહીં તમને જાણીને આશ્ચર્ય થશે કે જે પ્રેમી માટે દિકરીએ સગી માતાની હત્યા કરી તે શખ્સ પર જ સગીરાનો રેપ અને અપહરણ કરવાનો આરોપ (her lover accused of rape) પણ છે. આ આરોપમાં તે જેલ પણ જઇ ચૂક્યો છે.
પ્રેમીએ કર્યો હતો સગીરા પર રેપ
ભીંડની એક મહિલા પોતાની 17 વર્ષની દીકરી સાથે હજીરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિસ્તારમાં ભાડાના રૂમમાં રહેતી હતી. સોનુ નામના યુવકે તેની પુત્રીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહિલાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસે કાર્યાહી કરીને સગીરાને શોધી કાઢીને સોનુ સામે અપહરણ અને રેપનો કેસ દાખલ કર્યો હતો.
સગીરાની માતાને પસંદ નહોતો આ સંબંધ
સોનુ ગત મહિને જેલમાંથી બહાર આવ્યો હતો અને યુવતીને મળવા લાગ્યો હતો. બાળકીની માતાને આ વાત પસંદ ન આવી, પરંતુ દીકરીએ તેની વાત સાંભળી નહીં. તે પોતાના પ્રેમ સંબંધમાં તેની માતાને અડચણ સમજવા લાગી હતી. જેથી તેણે પ્રેમી સાથે મળીને માતાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો અને ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ માતાની લાશ પર ચાકૂથી અનેક પ્રહાર પણ કર્યા.
આ પણ વાંચો: તુનીશા કે શ્રદ્ધા ન બનશો! ટોક્સિક રિલેશનશીપમાંથી કેવી રીતે બહાર નીકળવું? સંબંધોમાં આટલું ખાસ ધ્યાન રાખો
લાશ સાથે વિતાવી રાત
માતાની કરપીણ હત્યા નીપજાવી બંને આરોપીઓએ નિર્દયતાની સારી હદો વટાવી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે સગીરા અને તેનો પ્રેમી સોનુ રાતભર લાશ સાથે જ તે જ ઘરમાં રહ્યા. આ ઘટનાની જાણ થતા જ શનિવારે રાત્રે મકાન માલિકે પોલીસને હત્યાની જાણ કરી દીધી હતી.
સગીરાએ કરી હત્યાની કબૂલાત
બનાવને પગલે પોસીસે પલંગ નીચે રાખેલી લાશને કબ્જે કરી અને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સગીરાએ તેની માતાની હત્યા નીપજાવી હોવાની વાત કબૂલી હતી અને આ ગુનામાં તેના પ્રેમી સંડોવણી હોવાનું પણ જણાવ્યું હતું. જે બાદ પોલીસે બંને સામે કાર્યવાહીઓ શરૂ કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime case, Gwalior, Love story
Post a Comment