Header Ads

મોરબીને મંદી ન નડે! દિવાળી બાદ વાહનોનું ધૂમ વેચાણ, RTO કચેરીની આવક જાણી ચોંકી જશો! 

મોરબી :  તળિયા, નળિયા અને ઘડિયાળની નગરી એવા સિરામીક સીટી મોરબીને મંદી જાણે નડતી જ ન હોય તેવી સ્થિતિ વચ્ચે દિવાળી બાદ મોરબીમાં બાઈકથી લઈ ફોર વ્હીલર, ટ્રેકટર, ટ્રક, સહિતના 5403 નવા વાહનોનું વેચાણ થયું છે અને મોરબી આરટીઓ કચેરીને નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન જ નવા વાહન રજિસ્ટ્રેશનની રૂપિયા 13 કરોડ 27 લાખથી વધુની આવક થવા પામી છે.

મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ દિવાળી બાદ નવેમ્બર – 2022 દરમિયાન કુલ5403 વાહનોનું વેચાણ થયું છે. ખાસ કરીને દિવાળી બાદ મોરબી જિલ્લામાં મોટર સાયકલ 3680, મોટર કાર 962, હેવીગુડ્સ વ્હીકલ 326, કન્સ્ટ્રકશન વ્હીકલ 39, મોટર કેબ ટેક્સી 5, ટ્રેકટર 208, થ્રી વ્હીલર ગુડ્સ 30 અને 153 થ્રી વ્હીલર પેસેન્જર વાહનની નોંધણી થઈ છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મોરબી જિલ્લામાં નવેમ્બર મહિના દરમિયાન 5403 નવા વાહનો વેચાણ થય છે એ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં પણ નવા વાહનોની ખરીદી ચાલુ રહેતા નવેમ્બર અને ડિસેમ્બર માસ -2022 દરમિયાન મોરબી આરટીઓ કચેરીમાં 13 કરોડ 27 લાખ 38 હજાર 637 રૂપિયા નવા વાહનની રજીસ્ટ્રેશન ફી રૂપે સરકારની તિજોરીમાં જમા થયા છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

First published:

Tags: Local 18, Morbi

Powered by Blogger.