Wednesday, January 18, 2023

સગર્ભાના એબોર્શન બાદ બાળકના મોત પછી જિલ્લામાં સગર્ભા માતાના તમાકુના વ્યસન અંગે તપાસનો નિર્ણય | Decision of inquiry into tobacco addiction of pregnant mother in district after death of child after abortion of pregnancy

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

મહેસાણા25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સગર્ભાના એબોર્શનમાં તમાકુનું વ્યસન ખૂબ હાનિકારક હોવાનું બહાર આવતાં કામગીરી

મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાઓ અને બાળકનું મરણ પ્રમાણ ઘટાડવા અને અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્રએ કમર કસી છે. સગર્ભા માતાઓની હિમોગ્લોબિન, ડાયાબિટીસ અને બીપીની તપાસની સાથે હવે સગર્ભા માતાને તમાકુનું વ્યસન છે કે નહીં તેની પણ સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર તપાસ હાથ ધરાઇ છે. જેના આંકડા આગામી દિવસોમાં બહાર આવશે.

ખેરાલુ પંથકમાં એક સગર્ભા માતાનું એબોર્શન થયા બાદ બાળકનું મોત નીપજ્યું હતું. આ કિસ્સામાં ડોક્ટર એવા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશે જાતે રસ લઈ તપાસ કરાવતાં માતાને તમાકુનું વ્યસન હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે તેમણે સગર્ભા માતાઓની તપાસમાં એક વધુ તપાસ ઉમેરી હતી.

રાજ્ય સરક રના ટેકો સોફ્ટ વેરને અપગ્રેડ કરવાની કામ ીરી પણ જિલ લાએ હાથ ધરી
સગર્ભા માતા સહિતની આરોગ્ય તંત્રનીવિવિધ બાબતોની માહિતી આપતું રાજ્ય સરકારનું ટેકો સોફ્ટવેરમાં અમુક જ બાબતોની માહિતી મળતી હતી અને જિલ્લાની કેટલી મહિલાઓને ડાયાબિટીસ કે બીપી તેમજ તે સિવાયની અન્ય માહિતીઓ ઉપલબ્ધ ન થતી હોવાથી ડીડીઓ ડૉ. ઓમ પ્રકાશે જાતે રસ લઈ આ સોફ્ટવેર અને વેબસાઈટના ડેશબોર્ડને સુધારો કરી અપગ્રેડ કરવાની કામગીરી પણ જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા હાથ ધરી છે, જે પૂર્ણ થઈ ગયા બાદ રાજ્ય સરકારની મંજૂરી મેળવી સૌપ્રથમ મહેસાણા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે, ત્યાર બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ અપગ્રેડ સોફ્ટવેર થકી આરોગ્ય તંત્ર કામ કરશે

અન્ય સમાચારો પણ છે…

Related Posts: