Wednesday, January 18, 2023

Rakhi Sawant Revealed Mukesh Ambani Helping Her In Her Mother Treatment

Mukesh Ambani Help Rakhi Sawant: ‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી રાખી સાવંતના જીવનમાં અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે. એક તરફ આદિલ ખાન દુર્રાની સાથે તેના સિક્રેટ લગ્નના સમાચાર અને બીજી તરફ તેની માતા હોસ્પિટલમાં દાખલ છે. રાખીની માતાની હાલત ખૂબ જ ખરાબ છે. વિશ્વના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની માતાની સારવાર માટે મદદ કરી છે.

અંબાણીએ રાખી સાવંતની મદદ કરી

હાલમાં જ રાખી સાવંતે પાપારાઝી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંબાણી જી તેની મદદ કરી રહ્યા છે. રાખીએ કહ્યું, “અંબાણીજી મદદ કરી રહ્યા છે અને નામદેવ જોશી મદદ કરી રહ્યા છે. જેની વધારે કિમત છે તેમાં થોડો ઘટાડો કરીને અમે મમ્મીને બે મહિના માટે ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરી રહ્યાં છીએ.” રાખીએ જણાવ્યું કે તેની માતાની હાલત એવી થઈ ગઈ છે કે તે કોઈને ઓળખી શકતી નથી અને ખાવા માટે પણ સક્ષમ નથી. રાખીએ કહ્યું, “મમ્મીનું અડધું શરીર લકવાગ્રસ્ત છે.” જણાવી દઈએ કે રાખી સાવંતની માતા છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી છે.

રાખી સાવંતના લગ્ન આદિલ ખાન સાથે થયા 

થોડા દિવસો પહેલા રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે તેના લગ્નની જાહેરાત કરી હતી. લગ્નની તસવીરો અને વીડિયો શેર કરતી વખતે રાખીએ ખુલાસો કર્યો કે તેના અને આદિલે 7 મહિના પહેલા લગ્ન કર્યા હતા. આદિલ પહેલા લગ્ન સ્વીકારતો ન હતો, પરંતુ બાદમાં તેણે તે સ્વીકાર્યું લીધું હતું. રાખીએ કહ્યું હતું કે સલમાન ખાનના કારણે તેનું ઘર વસ્યું છે. રાખીએ દાવો કર્યો હતો કે આદિલના ઇનકાર પછી જ્યારે અભિનેત્રીના રડવાનો વીડિયો વાયરલ થયો ત્યારે સલમાને આદિલને ફોન કર્યો અને તેને સમજાવ્યો હતો તેમજ કહ્યું હતું કે જે પણ કઈ છે તે સ્પષ્ટ કર.. હા તો હા.. કે ના તો ના..જો કે ત્યારબાદ આદિલે મીડિયા સાથે રાખી સાવંતનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો.. આ દરમિયાનનો બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો


Related Posts: