બે વર્ષ પહેલાં ગુમ થયેલા કિશોરને પાલીતાણામાંથી શોધી કાઢ્યો; દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંધૂક સાથે એક ઈસમ ઝડપાયો | A teenager who had gone missing two years ago was traced from Palitana; One person was caught with a country-made single barrel gun

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Teenager Who Had Gone Missing Two Years Ago Was Traced From Palitana; One Person Was Caught With A Country made Single Barrel Gun

નર્મદા (રાજપીપળા)11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજપીપળામાં બે ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં એક કિસ્સામાં પોલીસે ડેડીયાપાડા વિસ્તારમાંથી 2 વર્ષ પૂર્વે ગુમ થયેલા સગીરને ભાવનગરના પાલીતાણામાંથી શોધી કાઢીને તેના પિતાને સોંપ્યો હતો. તો બીજી બાજુ નાંદોદ તાલુકાના ગાગર ગામેથી ઘરના વાડામાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંધૂક સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

2 વર્ષ પહેલાં ગુમ થયેલો કીશોર પાલીતાણાથી મળી આવ્યો
પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. દ્વારા નર્મદા જિલ્લાના ગુમ થયેલા બાળકો તથા વ્યક્તિઓની શોધખોળ કરવા કેસ ડાયરીઓનો અભ્યાસ કરતા હતા અને શકદારોની પુછપરછ કરતાં તેમજ ખાનગી બાતમીદાર મારફતે તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આઘારે તપાસમાં હતા. તે દરમિયાન માહીતી મળી હતી કે, ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં એક કિશોર સ્કુલે ગયેલો અને પરત ઘરે આવેલો ન હતો. છેલ્લા બે વર્ષથી ગુમ થયેલા કિશોરને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમને ભાવનગર જિલ્લા ખાતે મોકલી પાલીતાણા ખાતેથી સદર ગુમ થયેલા કિશોરને શોધી કાઢી તેમના પિતા ગવાલીયાભાઇને સોંપી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવી.

ગેરકાયદેસર હથિયાર ધરાવતો ઈસમ ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા જિલ્લામાં એસ.ઓ.જી.ના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતાં, વેચાણ કરતાં ઇસમો શોધી કાઢવા. આવા ગે.કા. હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર જરૂરી કાર્યવાહી તેમજ આ પ્રકારે ચાલતી અસામાજીક પ્રવૃતિઓને સંપૂર્ણપણે નાબુદ કરવા માર્ગદર્શન અને સુચના આપી હતી. જે અંગે પરિણામલક્ષી કામગીરી કરવા મળેલી બાતમી આધારે કબજા ભોગવટાનાં રહેણાંક ઘરના વાડામાં એક જગ્યા પરથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુક કિં. રૂ. 1000 /- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આમલેથા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

أحدث أقدم