રાજકોટ20 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે વોર્ડ નં.10 અને 11ના નાના મવા અને મવડી રોડ પર વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ખાણીપીણી, મેડીકલ સ્ટોર, શોરૂમ, દુકાનો, જીમ, ખાનગી કલીનીક સહિતની 83 મિલકતો બહારથી છાપરાના દબાણ તોડવામાં આવ્યા હતા.
81.50 ચો.મી જગ્યા ખુલ્લી કરાઈ
નાના મવા રોડ પર જડ્ડુસ રેસ્ટોરન્ટ માર્ગ, નાના મવામાં મોકાજી સર્કલ, મવડીમાં અંબિકા ટાઉનશીપ બ્રીજ પાસે આજે કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દુકાનો બહારથી છાપરા તોડીને 81.50 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવ્યાનું ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું.
પાર્કિંગના આ દબાણો તોડવામાં આવ્યા
પોલીસ બંદોબસ્ત વચ્ચે માર્જીન અને પાર્કિંગના આ દબાણો તોડવામાં આવ્યા હતા. આજે અંબિકા ટાઉનશીપ બ્રીજ પાસે, નાના મવા રોડ, ભીમનગર રોડથી જડ્ડુસ રેસ્ટોરન્ટ તરફનો માર્ગ, નાના મવા સર્કલ, મોકાજી સર્કલ, બેકબોન બાજુનો માર્ગ, શાસ્ત્રીનગર સામે, લક્ષ્મીનગર અંડરબ્રીજ સામે સહિતના ભાગમાં ડિમોલિશન કમિશનર અમિત અરોરાની સુચનાથી કરવામાં આવ્યું હતું.
આ સ્થળો પર કાર્યવહી
જે જગ્યાએ છાપરા તોડવામાં આવ્યા તેમાં ગણેશ પ્રોવિઝન સ્ટોર, બીપીનભાઈ પરમાર ‘આશી એન્ટરપ્રાઈઝ’, રાજુભાઈ “નસીબ ફ્રેબીકેશન, ગીરીશભાઈ રાઠોડ “પંચશીલ જનરલ સ્ટોર, હસમુખભાઈ પરમાર “શિવ પાન‘, નીતિનભાઈ “ઓટો ગેરેજ‘, દેવજીભાઈ મકવાણા “ચામુંડા પ્રોવિઝન સ્ટોર’, જયંતીભાઈ સોલંકી “હેન્ડીકેપ નાસ્તા’, મયુરભાઈ રાખસીયા “ક્લાસિક પાન’ ‘જેન્ટલ મેન મેન્સવેર’ વગેરેનો સમાવેશ થાય છે.