નડિયાદના કુલ 11 પરીક્ષા કેન્દ્રો ખાતે 3 એપ્રિલના રોજ કુલ 2 હજાર 500 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે | A total of 2 thousand 500 students will take the Gujcat exam on April 3 at 11 examination centers in Nadiad. | Times Of Ahmedabad

નડિયાદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 3 એપ્રિલના રોજ ગુજકેટ પરીક્ષા લેવાનાર છે. ત્ચારે ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઇ હતી. આ પરીક્ષામાં 2 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

સી.સી.ટી.વી કેમેરાની ચકાસણી, વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી
જિલ્લા કલેક્ટરએ ગુજકેટ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી અને પરીક્ષાને લઈને આગોતરી તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં પરીક્ષા સંદર્ભે તૈયારીની રૂપરેખા, કેન્દ્રની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, એસ.ટી બસોની વ્યવસ્થા, તમામ સ્થળો ઉપર સી.સી.ટી.વી કેમેરાની ચકાસણી, વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

કુલ 11 પરીક્ષાકેન્દ્રોના 126 બ્લોક ખાતે પરીક્ષા યોજાશે
નડિયાદની સેન્ટ મેરી હાઇસ્કુલ યુનિટ-1, સેન્ટ મેરી હાઇસ્કુલ યુનિટ-2, સંતરામ ગર્લ્સ હાઇસ્કુલ, જવાહર વિદ્યામંદિર, સંત અન્ના હાઈસ્કૂલ યુનિટ-1, સંત અન્ના હાઈસ્કુલ યુનિટ 2, ન્યૂ ઇંગલિશ સ્કૂલ યુનિટ-1, ન્યૂ ઇંગલિશ સ્કૂલ યુનિટ 2, જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી, બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલ અને સીએમ પટેલ હાઇસ્કુલ સહિત કુલ 11 પરીક્ષાકેન્દ્રોના 126 બ્લોક ખાતે જિલ્લામાંથી કુલ 2500 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.

જિલ્લા પરીક્ષા સ્થળો પર 11 ઓબ્ઝર્વર તેમજ 11 સંચાલકોની નિમણુક કરવામાં આવ્યા
ગુજકેટની પરીક્ષા સવારે 9 કલાકે થી સાંજે 4 કલાક સુધી યોજાશે. કુલ વિદ્યાર્થી પૈકી ગુજરાતી માધ્યમમાં 1663 અને અંગ્રેજી માધ્યમમાં 837 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં “એ” ગ્રુપમાં 864, “બી” ગ્રુપમાં 1625 અને “એબી” ગ્રુપમાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષા સેશન 1માં સવારે 10 થી 12:05 સમય દરમિયાન ફિઝિકલ કેમેસ્ટ્રી, સેશન 2માં બપોરે 1 થી 2:05 સમય દરમિયાન બાયોલોજી અને સેશન 3માં 3થી 4:05 સમય દરમિયાન મેથેમેટીક્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટ પરીક્ષા 2023 અંતગર્ત જિલ્લા પરીક્ષા સ્થળો પર 11 ઓબ્ઝર્વર તેમજ 11 સંચાલકોની નિમણુક કરવામાં આવ્યા છે

અન્ય સમાચારો પણ છે…