અમદાવાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલના રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત થઈ ચૂકી છે. રૂ 1200 કરોડના ખર્ચે આખી કેનાલને ડેવલોપમેન્ટ કરવામાં આવશે ત્યારે ખારીકટ કેનાલને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને ઇજનેર ખાતાના અધિકારીઓની ટીમો દ્વારા આ સાફ-સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેસીબી મશીનો, ટ્રેકટર, ટ્રકો વગેરે મારફતે રોજનો હજારો ટન કચરો કેનાલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં ઝડપી કામગીરી થાય તેના માટે આ સફાઈ ઝુંબેશ શરૂ કરાઇ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 140 વર્ષ જૂની વિસ્તારની ખારીકટ કેનાલને ઢાંકી એની આસપાસ ડેવલોપમેન્ટ કરવાનો રૂ.1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં નરોડાથી પ્રથમ ફેઝની કામગીરી શરૂ થઈ ગઈ છે. નરોડા, વસ્ત્રાલ, જશોદાનગર, સીટીએમ, નિકોલ સહિતના વિસ્તારમાંથી આ કારીગર કેનાલ પસાર થાય છે તેને સાફ કરવાની પ્રક્રિયા શુક્રવારથી શરૂ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા ગુરુવારે ખારીકટ કેનાલની સફાઈની સફાઈની સૂચના આપવામાં આવ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાંચથી વધુ જેસીબી મશીન, 10 જેટલા ટ્રેક્ટર અને ટ્રકોની મદદથી ખારીકટ કેનાલમાં રહેલો તમામ કચરો હાલમાં બહાર કાઢવામાં આવી રહ્યો છે. વિવિધ પ્રકારનો કચરો ખારીકટ કેનાલમાં ઠાલવવામાં આવે છે.
ખારીકટ કેનાલની સફાઈ કામગીરી પહેલા ત્યાં આસપાસ પતરાં લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે કોઈપણ વ્યક્તિ આ ખારીકટ કેનાલ સાફ થયાં બાદ તેમાં કચરો નાખી શકે. ખારી કટ કેનાલ સેલ ની ટીમ જેમાં ઇજનેર વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. 15 દિવસથી વધુ સમય આખી કેનાલની સફાઈની કામગીરી પૂર્ણ કરવાના આવશે.