બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
- કૉપી લિંક

સીમા સુરક્ષા દળ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ, 123ના મુખ્ય અતિથિ ગુરિન્દર સિંઘની ઉપસ્થિતિમાં અસારવાસ ગામ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું 123 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર પરમાનંદ શુક્લાની હાજરીમાં દાંતીવાડાના 123 બટાલિયનના કમાન્ડન્ટ ગુરિન્દર સિંઘ દ્વારા કેમ્પનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અસારવાસ, અસરગાવ, ખારડોલ, જાલીન અને બુખાનના ગ્રામજનોને તબીબી તપાસ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત અસારગાંવની પ્રાથમિક શાળાઓ એક નાગરિક કાર્યવાહી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સીમા સુરક્ષા દળના અધિકારીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રમતગમત સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોએ રાજસ્થાની લોકગીતો, દેશભક્તિ ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર રીતે રજૂ કર્યા હતા. મુખ્ય અતિથિ ગુરિન્દર સિંઘએ શાળાના વિદ્યાર્થીઓને રમત પ્રત્યે જાગૃત થવા અપીલ કરી હતી.

