Friday, March 10, 2023

ડુંગળીના ઓછા ભાવથી ખેડૂતો હેરાન, 20 કિલો ડુંગળીનો ભાવ માત્ર 172, ખેડૂતો ડુંગળી વેચવા આવ્યા નહીં, સરકારી સહાયની માગ | Farmers are disturbed by the low price of onion, the price of 20 kg onion is only 172, farmers did not come to sell onion, demand for government assistance | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Farmers Are Disturbed By The Low Price Of Onion, The Price Of 20 Kg Onion Is Only 172, Farmers Did Not Come To Sell Onion, Demand For Government Assistance

ગોંડલ7 કલાક પહેલા

સૌરાષ્ટ્રના અવ્વલ ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક મોટા પ્રમાણ થતાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળી ખરીદવા સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. નાફેડના કર્મચારીઓ કેન્દ્ર પર સવારથી આવ્યા છે. પરંતુ નાફેડના અધિકારીઓ ડુંગળીની હરાજીમાં દેખાયા જ નથી. આજથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી ખરીદી માટે નાફેડ આવવાનું હતું. પરંતુ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે નાફેડના અધિકારીઓ ડુંગળીની હરાજીમાં દેખાય જ નથી. તેઓ માત્ર એક ખૂણામાં ખુરશી પર બેસી રહ્યા હતા. રજિસ્ટ્રેશન કરવા માટેનું લેપટોપ પણ તેઓએ પોતાની કારમાં રાખ્યું હતું. મીડિયાના લોકો આવતા જ લેપટોપની બેગ કાઢવામાં આવી હતી.

તો નાફેડનું કામ શું છે?
ખેડૂતોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, નાફેડને વધારે માલ ટેકાના ભાવે ખરીદી કરવો છે. જ્યારે તે જ માલ બજારમાં તેનાથી ઉંચા ભાવે વેચાય છે. નીચા ભાવે કે નબળી ડુંગળી નાફેડને ખરીદવી નથી. તો નાફેડનું કામ શું છે? નીચા ભાવે જતી ડુંગળીમાં સરકાર સહાય આપે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. બપોર સુધી એક પણ ખેડૂત ડુંગળી વેચવા આવ્યા નથી.

20 કિલો ડુંગળીનો ભાવ માત્ર રૂ.172
ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળે છે તેથી તેઓ નાફેડ પાસે માલ વેચતા નથી. અત્યાર સુધી એક પણ ખેડૂત ટેકાના ભાવે ડુંગળી વેચવા આવ્યા ન હતા. ઓપન માર્કેટમાં રૂ. 60થી 200 સુધી ભાવ બોલાયો હતો. જ્યારે ટેકાના ભાવે નાફેડે 20 કિલોનો રૂ. 172 જ ભાવ આપે છે. આ વાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી હતી.

અન્ય સમાચારો પણ છે…