બોટાદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
પીજીવીસીએલ, બોટાદ વિભાગીય કચેરી તેમજ તેના તાબા હેઠળની બોટાદ ટાઉન 1 અને બોટાદ ટાઉન 2 પેટા વિભાગીય કચેરીઓના, ચીફ ઓફિસર-બોટાદ નગરપાલિકાના નામે ત્રણ ભારે દબાણ તથા એક હળવા દબાણના એમ કુલ ચાર કનેક્શનોના કુલ રૂ. 1.93 કરોડ ઘણા સમયથી બાકી રહેવા પામેલ છે.
જે બાબતે પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.કે દવે તથા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર એન.એન. અમીનના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન 1ના નાયબ ઈજનેર એસ.કે પરમાર તેમજ સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટ જે.એમ. ગંગેય દ્વારા બોટાદ નગરપાલિકાના વહીવટદાર દીપક સતાણી અને ચીફ ઓફીસર વાઘેલા સાથે યોગ્ય સંકલન સાધીને કોઇપણ જાતના વાદ વિવાદ વિના સુમેળભર્યા વાતાવરણમાં નગરપાલિકા દ્વારા બાકી વીજ લેણાની કુલ રૂ. 1.93 કરોડની ભરપાઈ કરવામાં આવેલી છે.
આમ, બોટાદ નગરપાલિકા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે. જેને પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.કે દવે દ્વારા સરાહના કરવામાં આવી છે. તેમજ બોટાદ નગરપાલિકા અને તેઓના વહીવટદારોનો આભાર વ્યક્ત કરવામાં આવેલો છે.