Tuesday, March 14, 2023

મોરજના સરપંચના બેન્ક એકાઉન્ટમાંથી 25 હજાર ઉપાડી લીધાં, ગઠિયાએ કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલના ઇન્ટરનેટના માધ્યમથી ડેબીટ કરાવ્યાં | 25,000 was withdrawn from the bank account of the sarpanch of Moraj, Gathia made a debit through computer, laptop or mobile internet. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 25,000 Was Withdrawn From The Bank Account Of The Sarpanch Of Moraj, Gathia Made A Debit Through Computer, Laptop Or Mobile Internet.

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

તારાપુર તાલુકાના મોરજ ગામના સરપંચના બેન્ક એકાઉન્ટમાંથી ગઠિયાએ રૂ.25 હજાર જેવી રકમ ઉપાડી લીધી હતી. આ અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધ્યો હતો.

મોરજ ગામના સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ બેચરભાઈ પટેલ ખેતી ઉપરાંત ગામના સરપંચ તરીકે પણ કાર્યરત છે. તેમનું બેન્ક એકાઉન્ટ ખંભાતની એચડીએફસી શાખામાં આવેલું છે. જે તેમના પુત્ર ધવલના મોબાઇલ નંબર સાથે લીંક કરાવેલું છે. સરપંચ ઘનશ્યામભાઈએ આ બેન્ક એકાઉન્ટમાં ડેબીટ કાર્ડ પણ કઢાવ્યું છે. દરમિયાનમાં 21મી જાન્યુઆરી,23ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે એચડીએફસી બેન્કનો મેસેજ આવ્યો હતો. જેમાં રૂ.25 હજાર ડેબીટ થયાં હતાં. જોકે, આ રકમ ઘનશ્યામભાઈએ ઉપાડી ન હતી. છતાં મેસેજ આવતા બેન્કના હેલ્પ લાઇન પર જાણ કરી હતી. બાદમાં સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન 1930 પર ફરિયાદ કરી હતી. આ ઘટના બાદ 7મી ફેબ્રુઆરી,23ના રોજ બેન્કના સત્તાવાળાઓએ ઘનશ્યામભાઈને બોલાવ્યાં હતાં. જેમાં જાણવા મળ્યું હતું કે, આ પૈસાથી કોઇએ ઓનલાઇન ખરીદી કરી છે. જેથી રૂ.25 હજારનું ફ્રોડ થયું છે. આખરે આ અંગે તારાપુર પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: