Saturday, March 11, 2023

બનાસકાંઠા જિલ્લામાં પર ડ્રોપ મોર ક્રોપ યોજના હેઠળ બે વર્ષમાં 35411 હેક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો | An area of 35411 hectares was covered in two years under Drop More Crop Scheme in Banaskantha district. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા અને રાજ્યના જળસ્ત્રોતનો પૂરેપૂરો ઉપયોગ કરીને ખેતીના પાકનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે રાજ્યસ્તરે વિવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે. આવી જ એક યોજના એટલે પર ડ્રોપ મોર ક્રોપ જે અંતર્ગત પાણીના ટીપેટીપાનો ઉપયોગ કરીને સૂક્ષ્મ સિંચાઈના માધ્યમથી પાકને જરૂરી પાણી પૂરું પાડી શકાય છે.

15મી વિધાનસભાના બીજા સત્રમાં પર ડ્રોપ મોર ક્રોપ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલા લાભ અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવાયું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આ યોજના અંતર્ગત વર્ષ 2012 માં કુલ 35411 હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો જેનો કુલ 15544 ખેડૂતોએ લાભ મેળવ્યો હતો. જયારે વર્ષ 2022માં કુલ 16302 હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે જે અંતર્ગત કુલ 13639 ખેડૂતોએ લાભ મેળવ્યો છે. આમ, બે વર્ષમાં કુલ 29193 ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપ યોજનાનો લાભ આપી કુલ 35,411 હેક્ટર વિસ્તારને સુક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…