કચ્છ (ભુજ )એક કલાક પહેલા
- કૉપી લિંક

2021માં 37 પરિવારોને ઘરના બાંધકામમાં રૂ 37-37 હજારની સહાય કરી હતી. જેને મદદ કરવાની ઈચ્છા હોય એ કોઈ પણ રીતે ગમે તેવા પ્રસંગોમાં લોકોને સહયોગ કરતા હોય છે અને જરૂરિયાતમંદ લોકોના આંસુ લૂછતાં હોય છે એવા જ એક નખત્રાણાના સામાજિક આગેવાન ભરતભાઈ બેચર લાલ સોની તેમજ તેમના પત્ની નખત્રણના પૂર્વ સરપંચ જીજ્ઞાબેન સોની છેલ્લા ત્રણ વર્ષથી પોતાના લગ્નની વર્ષગાંઠ કંઈક અલગ રીતે ઉજવી રહ્યા છે અને નબળા વર્ગને શોધી તેમને શું જરૂરત છે એ જોઈ અને આર્થિક સહયોગ કરી રહ્યા છે.
પંછી પાની પીને સે નદી કો ઘટે ના નીર એવું વિચારી ઉદાર હૃદય નખત્રાણા ના સોની દંપતી ભરતભાઈ સોની તેમજ જીજ્ઞાબેન સોની બંને સાથે મળી પોતાના પરિવાર મા આવતા ખુશીના પ્રસંગોમાં કોઈકને મદદ કરવી અને કોઈક મા જીવન માં ખુશી ઉમેરવી એવી ખેવના વ્યક્ત કરી રહ્યા છે.
તારીખ 9 3 2019 ના પોતાના લગ્નની 39 મી વર્ષ ગાંઠના 39 આર્થિક નબળા લોકોને સોધી વ્યક્તિદીઠ દસ હજાર રોકડ સહાય આપી કુલ ત્રણ લાખ 90 હજારનો નાના માણસને ટેકો કર્યો હતો. 37મી વર્ષગાંઠના પણ તેમણે 37 લોકોને ઘરનું ઘર બનાવી આપ્યું હતું અને સહયોગી બન્યા હતા ગત વર્ષ ગાંઠના ભરત ભાઇ સોની કોરોના નો શિકાર બનતા તેઓ માંદગીના બિછાને હોઈ લોકોને સહયોગ તેમજ વર્ષગાંઠ ઉજવી શક્યા ન હતા અને તેઓ કોરોનામાંથી બહાર આવતા પોતાને આવા નબળા લોકોના આશીર્વાદ મળ્યા હોવાનું જણાવ્યું હતું.
ભરતભાઈ સોનીએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે પણ મજદૂર વર્ગના લોકોને પગભર થવા હાથ લારીઓ તેમજ દિવ્યાંગ લોકોને ટ્રાયસિકકલ આપી લગ્ન પ્રસંગ ઉજવ્યો હતો. આમ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોની તેમજ તેમના પત્ની નખત્રાણા ના પૂર્વ સરપંચ જીજ્ઞાબેન સોની બંને દંપતિ ઘરના સારા પ્રસંગોમાં નાના માણસોને કેવી રીતે મદદરૂપ થવું એ વિચારી સહયોગ કરે છે.