- Gujarati News
- Local
- Gujarat
- Surendranagar
- In West Bengal, After He Died Of A Heart Attack While Serving In The Army, His Last Rites Were Performed In His Hometown, And The Entire Village Went Into Mourning.
સુરેન્દ્રનગર24 મિનિટ પહેલા
- કૉપી લિંક
- જવાનના પરિવારોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગિનીનો માહોલ, હાજર સૌની આંખોના ખુણા ભીના થયા
પાટડી તાલુકાના સાવડા ગામના આર્મી જવાનનું 25 ગ્રાંડેટરમાં ફરજ દરમિયાન હાર્ટઅટેકના કારણે નિધન થયું હતું. આજે રવિવારે આ જવાનના મૃતદેહને માદરે વતન સાવડા ગામે આન, બાન અને શાન સાથે માનભેર વિદાય આપવામાં આવી.આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ગમગિનીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર સાવડા ગામ “શહીદવીર ગીરીશભાઇ, તુમ અમર રહો”, ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતુ. દસાડા લખતર મત વિસ્તારના ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના આગેવાનોની હાજરીમાં સમગ્ર સાવડા ગામ હિબકે ચઢ્યું હતુ. અનેજવાનના પરિવારોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગિનીનો માહોલ, હાજર સૌની આંખોના ખુણા ભીના થયા હતા.
પાટડી તાલુકાના વડગામના જવાન મહેશભાઇ પરમાર બાદ સાવડા ગામે રહેતો વધુ એક આર્મી જવાન ગિરીશભાઇ રાઠોડ પશ્મિમ બંગાળમાં ફરજ દરમિયાન નિધન થતા સમગ્ર પંથકમાં ગમગિનીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. જેમાં ભારતીય આર્મીમાં 25 ગ્રાંડેટરમા ફરજ બજાવતા જવાન ગીરીશભાઈ રાઠોડના મૃતદેહને માદરે વતન સાવડા ગામે લાવી તેઓની અંતિમયાત્રા આજે રવિવારના રોજ સાવડા ગામેથી આન,બાન અને શાન સાથે નિકળતા નાનું એવું સાવડા ગામ હીબકે ચડ્યું હતુ.
મૃતક આર્મી જવાન ગીરીશભાઈ રાઠોડ ઇન્ડિયન આર્મીમાં બાગડોગરા ખાતે ફરજ બજાવતો હતો. આજથી ચાર પાંચ વર્ષ અગાઉ એના લગ્ન થયા હતા અને જેઓ દોઢ વર્ષ બાદ એ પોતાની આર્મીની નોકરી પુરી કરીને નિવૃત્ત થવાનો હતો.