જુનાગઢ39 મિનિટ પહેલા
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામની સીમમાંથી 30 વર્ષના યુવાનની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે .દીપક લખધીર નામના યુવાનની લાશ મળ્યાની જાણ લાઠોદરા ગામના ખેડૂતને થતા તેને પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ માળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશની કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

દીપક લખધીર નામનો મૃતક યુવાન માળિયા હાટીના ખાતે પ્રાઇવેટ જોબ વર્ક કરતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે મૃતક પરિવારમાં ચાર સભ્યો છે જેમાં મૃતકના ભાઈ,બહેન,અને માતા હોવાનું જાણવા મળ્યું છે.હાલ તો દીકરા મૃત્યુની ઘટનાથી પરિવારમાં આભ ફાટીયા સમી વેદના વર્તાઈ રહી છે. તો ઘટનાને લઈ લાઠોદ્રા ગામે યુવાનની લાશ મળતા જુનાગઢ જિલ્લા પોલીસ એલ.સી.બી સ્થાનિક પોલીસ,ડીવાયએસપી સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથધરી છે
