નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામના પાટિયા પાસે અને ભાદરવા ચોકડી પાસે થયેલા બે અકસ્માતમાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
નર્મદાના નાંદોદમાં નરખડી ગામના પાટિયા પાસે અકસ્માત
ચિરાગ બારીયા અને વિદ્યાબેન બારીયા કોઠારા ગામેથી બાઈક પર નરખડી ગામના પાટીયા પાસે જઈ રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ ડિઝાયરે પાછળથી ટક્કર મારી હતી. જેમાં વિદ્યાબેન અને ચિરાગ બારીયાને ઈજાઓ થઈ હતી. રાજપીપળા પોલીસે ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચિરાગ બારીયા કોઠારાના રહેવાસી છે. તેઓ બાઈક પર ખેતરમાં પાણી વાળવા જઈ રહ્યા હતા. તેમના બાઈકને પાછળથી આવતી સ્વિફ્ટ ડિઝાયરે અડફેટે લીધી હતી.
બીજો અકસ્માત ભાદરવા ચોકડી પાસે સર્જાયો
જ્યારે બીજી ઘટના ભાદરવા ચોકડી પાસે બની હતી. જેમાં પુરઝડપે આવતી એક સફેદ ફોર વ્હીલરે રોડ ક્રોસ કરતા વ્યક્તિને અડફેટે લેતાં ઈજાઓ થઈ હતી. ગાડી દેવલીયા તરફથી આવી રહી હતી. ફરીયાદી વ્યક્તિને ભાદરવા ચોકડી પર કારચાલકે ટક્કર મારી હતી. કારચાલક બારખાડીનો રહેવાસી છે. તિલકવાડા પોલીસે સમગ્ર ઘટના અંગે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.